તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:CBSE: વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું હેલ્થ મેન્યુઅલ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના કાળમાં અભ્યાસથી પ્રભાવિત વિદ્યાર્થીઓને માનસિક દબાણ દુર કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન(સીબીએસઈ) દ્વારા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના પરિક્ષણ માટે હેલ્થ મેન્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે. જેના થકી શાળાના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું આંકલન કરવામાં આવશે. માનસિક તાણ અથવા દબાણથી પ્રભાવિત વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી તેમના માનસિક સ્તરને મજબુત કરવામાં આવશે.

જેમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનએ આનું આંકલન કરવા માટે એક્સપર્ટ પાસેથી માનસિક સ્વાસ્થ્ય વિષયને અનુરૂપ દસ ચેપ્ટર તૈયાર કરાવ્યા છે. આ ચેપ્ટર વિદ્યાર્થીઓને ભણાવીને વિદ્યાર્થીઓનું માનસિક સ્તર ચેક કરવામાં આ‌વશે અને જરૂરિયાત પ્રમાણે તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...