તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:CBSEએ ધો.10ના માર્કસ અપલોડ કરવા 30 જૂન સુધીનો સમય આપ્યો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આ વર્ષે માર્કસનું વેરિફિકેશન કરી શકાશે નહીં
  • જો કોઈ વિદ્યાર્થી પરિણામથી સંતુષ્ટ નહિ હોય તો CBSEની ઓફલાઈન પરીક્ષામાં સામેલ થઈ શકશે

CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)એ 10માં ધોરણનાં પરિણામ માટે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન ફોર્મ્યુલા જાહેર કર્યો છે. હાલ તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓના માર્ક્સ અપલોડ કરવા માટે 30 જૂન સુધીનો સમય સ્કૂલ્સને આપવામાં આવ્યો છે. તેવામાં સંભાવના છે કે 10મા ધોરણનું પરિણામ જુલાઈમાં જાહેર કરવામાં આવે. 10મા ધોરણની માર્કિંગ સ્કિમ અંગે વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સના મનમાં ઘણા પ્રશ્નો ઉદભવી રહ્યા છે. તેવામાં CBSEએ FAQ (ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન)નું લિસ્ટ જાહેર કર્યું છે.

આ નવી ફોર્મ્યુલા મુજબ 10મા ધોરણનું પરિણામ બોર્ડ નોટિફિકેશન નંબર CBSE/CE/2021 તારીખ 01.05.2021ના આધારે ડેવલપ કરાયેલા ઓબ્જેક્ટિવ ક્રાઈટેરિયા પ્રમાણે જાહેર થશે.આ નિયમાનુસાર ધો.10માં જો કોઈ પણ વિદ્યાર્થી ક્રાઈટેરિયા પ્રમાણેના પરિણામથી સંતુષ્ટ નહિ હોય તો તે CBSE દ્વારા પરિસ્થિતિ સામાન્ય બનતાં લેવાતી ઓફલાઈન પરીક્ષામાં સામેલ થઈ શકે છે. જો કોઈ વિદ્યાર્થી આયોજિત કોઈ પણ મુલ્યાંકનમાં સામેલ ન થયો હોય તો સ્કૂલ ઓફલાઈન/ ઓનલાઈન અથવા ટેલિફોનિક વન ટુ વન એસેસમેન્ટ કન્ડક્ટ કરી શકે છે.

રિકમેન્ડેશનને પ્રમાણિત કરવા માટે ડોક્યુમેન્ટ્રી એવિડન્સ રેકોર્ડ કરી શકે છે.જો કે આ વર્ષે ધો.10ના વિદ્યાર્થીઓના વાલી પરિણામની નકલ જોવા માગતા હોય અથવા બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ માર્ક્સનું વેરિફિકેશન કરવા માગતા હોય તો હાલના શૈક્ષણિક વર્ષ માટે આવી કોઈ સુવિધા મળશે નહિ. આ વર્ષે બોર્ડે કોરોનાની બીજી લહેરની સ્થિતિ ધ્યાનમાં રાખી 10મા ધોરણની પરીક્ષા રદ્દ કરી છે. જ્યારે 12માં ધોરણની પરીક્ષાને હાલ પૂરતી સ્થગિત કરાઈ છે. વિદ્યાર્થીઓ લેટેસ્ટ અપડેટ માટે ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in વિઝિટ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...