તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાં પ્રથમવાર કોર્પોરેશનની પહેલ:સાવધાન : હવે ગંદકી કરશો તો કેમેરો ઝડપી લેશે, કાયદો વ્યવસ્થા જાળવવા સાથે સ્વચ્છતાનું પણ થશે સુપરવિઝન

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોલિડ વેસ્ટની ટીમ સ્થળ પર પહોંચી જઈ કરશે કાર્યવાહી

ભાવનગરને ક્લિન સિટી બનવામાં અવરોધ ઉભો કરી ગંદકી ફેલાવતા શહેરીજનો હવે ચેતી જજો. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાથી જેમ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે તેમ જાહેરમાં કચરો ફેંકવા અથવા ગંદકી ફેલાવશે તે લોકો પણ હવે પોલીસના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જશે. જ્યાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સુપરવિઝન કરતી ટીમ સ્થળ પર આવી દંડ ફટકારાશે. શહેરને ગંદુ કરનારા લોકો પર 185 કેમે‍રાની નજર રહેશે.સ્વચ્છ સર્વેક્ષણ અને ગાર્બેજ ફ્રી સીટી અંતર્ગત ભાવનગર મહાનગર થ્રી સ્ટાર રેટિંગ મેળવવા ભાગ લઈ રહ્યું છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા લોકો સામે કાર્યવાહી તો કરે છે પરંતુ સમગ્ર શહેર પર સ્વચ્છતાનું સુપરવિઝન કરવા ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ભાવનગરમાં પોલીસના નેત્રમ સીસીટીવી કેમેરા દ્વારા હવેથી જાહેરમાં કચરો ફેકવા અને ગંદકી ફેલાવનાર તત્વો સામે કોર્પોરેશન કાર્યવાહી કરશે. ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં અને મુખ્ય માર્ગો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે.

જેના દ્વારા કાયદો-વ્યવસ્થાની જાળવણી સાથે સ્વચ્છતાનું સુપરવિઝન પણ કરવામાં આવશે. સીસીટીવીના મોનીટરીંગ રૂમ "નેત્રમ"માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ સતત હાજર રહી કેમેરાની મદદથી શહેરને ગંદુ કરતા તત્વોને પકડી પાડશે. અને સ્થળ પર જઇ દંડનીય કાર્યવાહી કરશે. આથી ગંદકી કરનાર લોકો હવે શહેરના 185 જેટલા કેમેરા પણ ચોકીદારી કરી રહ્યા છે. તેનાથી બચી શકશો નહીં.

કઈ રીતે કરશે કામગીરી ?

  • 185 કેમેરાની મદદથી સમગ્ર શહેર પર નજર રાખી જાહેર સ્થળો પર કોઈ વ્યક્તિ કચરો ફેંકતા હશે તેને તાત્કાલિક ટીમના માણસો સ્થળ પર પહોંચી જઈ દંડ કરશે.
  • કોઈ વાહનમાંથી જાહેર માર્ગ કે સ્થળ પર કચરો ફેકશો તેના વાહનનો નંબર ટ્રેસ કરી તેમના ઘરે જઈ દંડ વસૂલાશે.
  • દુકાન કેબીન કે અન્ય કોમર્શિયલ એકમો પાસે કોઈ ગ્રાહક બહાર કચરો નાખશે તો કેમેરાની મદદથી તે દુકાન પર પહોંચી દુકાનદારને દંડ કરાશે. જે માટે ડસ્ટબીન રાખવી જરૂરી બનશે.
અન્ય સમાચારો પણ છે...