મોટી દુર્ઘટના ટળી:ભાવનગરમાં પેટ્રોલ પુરાવતા સમયે બાઈકમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી

ભાવનગર3 મહિનો પહેલા
  • કર્મચારીએ સમયસુચકતા વાપરી આગ પર કાબૂ મેળવતા જાનહાનિ ટળી

ભાવનગર શહેરની જિલ્લા પંચાયત ઓફિસ સામે આવેલા પેટ્રોલ પંપ પર એક બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈ અફરાતફરી મચી હતી. જોકે, પેટ્રોલ પંપના સ્ટાફે સમય સુચકતા વાપરતા મોટી જાનહાનિ ટળી હતી. કર્મચારીએ તાત્કાલિક બાઈકને ખસેડી રોડ પર મૂકી દીધી હતી. પાણીનો મારો ચલાવી અને ફાયરના સાધનો વડે તાત્કાલીક આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

કર્મચારીએ ડર રાખ્યા વગર બાઈક પર પાણીનો છટકાવ કર્યો
ભાવનગર શહેરના મુખ્ય બજાર તરફ જિલ્લા પંચાયત પાસે આવેલા સત્યનારાયણ પેટ્રોલ પંપ પર ગાડીમાં પેટ્રોલ ભરતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈ નાસભાગ મચી હતી. તેમજ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, પેટ્રોલ પંપના કર્મચારીએ ગાડીને તાત્કાલિક પેટ્રોલ પંપ પરથી દૂર ખસેડી હતી. કર્મચારીઓએ ડર વગર બાઈક પર પાણીનો છટકાવ તેમજ ફાયરના સાધનોનો ઉપયોગ કરી આગને કાબૂમાં લીધી હતી.

આગને પગલે લોકોના ટોળા ઉમટ્યા
ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પેટ્રોલ પંપ પર રહેલા કર્મચારીઓએ સુજબૂજ વાપરતા મોટી જાનહાનિ ટળી હતી. આગ લાગવાથી રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. કર્મચારીઓની સમયસૂચકતાને પગલે પેટ્રોલ પંપ પર મોટી દુર્ઘટના બની ન હતી.

અન્ય સમાચારો પણ છે...