તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત અને લોકોના મારના લીધે:રોજ 1 કૂતરો પેરાપ્લીઝાનો શિકાર બિલાડીઓ પણ અપંગતાનો ભોગ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગરમાં રોજિંદા પ્રાણીઓ નાં થતાં અકસ્માતો વધી રહ્યા છે. અત્યારે રોડ પર રખડતા કૂતરાઓ અને બિલાડીઓ વગેરે રોડ ક્રોસ કરતી વખતે કે ગલીમાં ફરતા હોય ત્યારે પણ અકસ્માત નાં ભય હેઠળ રહે છે. પશુ ચિકિત્સકો અનુસાર ભાવનગર માં રોજિંદા એક કૂતરાનો એવો અકસ્માત થાય છે જેના લીધે તે પેરાપ્લીઝા નો શિકાર બને છે. કોઈપણ પ્રાણીને પેરાપ્લીઝા થયા બાદ મોટાભાગે તેમની કરોડરજ્જુ ખરાબ થાય છે અને આખી ઝીંદગી તેઓ પગ ઢસડી ને ચાલવા મજબૂર બને છે. ગુસ્સામાં લોકો જ્યારે પ્રાણીઓને મારતા હોય ત્યારે પણ તેમનામાં અપંગતા આવતી હોય છે.

રખડતા કૂતરા નો અકસ્માત થાય ત્યારે નવાપરા, સિદસર કે હેલ્પલાઇન નો સંપર્ક કરવામાં આવે છે. કૂતરો જ્યારે બિલાડી ને પાછળ થી પકડી છે ત્યારે બિલાડીઓ ને નર્વ ડેમેજ થવાથી પણ આવું થતું હોય છે. કોઈપણ કૂતરા ને થાપા ને કે પાછલા ભાગે ફ્રેકચર સાથે વાગ્યું હોય તો ગંભીરતા ખૂબ વધી જાય છે. પાછલા પગેથી ઉભુ ન થઈ શકે એટલે યુરીનેશન, તે ભાગમાં ઇન્ફેક્શન અને સંવનન પણ કરી શકતા નથી. બીજા મોટા કૂતરાઓ પણ આવીને પણ તેમને હેરાન કરી શકે. ઘણા કિસ્સાઓ માં આ જાનલેવા પણ બને છે. આવા કૂતરાઓ અને બિલાડીઓ તાત્કાલિક ડોકટર પાસે લઈ જઈને સારવાર આપવી જોઈએ.

નર્વેનટોનિકથી કાયમી તકલીફ ન થાય
પેરાપ્લીઝાનાં લીધે તેઓ ચાલી શકતા નથી. પ્રાણીઓનો અકસ્માત કે કોઈક મારે ત્યારે પાછલાં બે પગ કામ ન આપે અને હંમેશા માટે લબડતા રહી જાય છે. કૂતરો અને બિલાડીમાં નર્વસ સિસ્ટમ ને સંપૂર્ણપણે નુકસાન પહોંચ્યું હોય,ઓછું વાગ્યું હોય તેવા કિસ્સાઓમાં તરત ડોકટર પાસે લઈ જવામાં આવે અને નર્વેનટોનિક અપાય તો કાયમી તકલીફ થતી બચાવી શકાય. બિલાડીઓમાં પાછલા પગ પાસે નીડલ વડે પંકચર કરીને તપાસ કરવામાં આવતી હોય છે. - ડૉ. આર.જી. માળી, વેટરનરી ઓફિસર,પશુ દવાખાનું , નવાપરા

પ્રાણીની ઉંમર નાની હોય તો ખતરો વધે
અમારે ત્યાં મોટાભાગે પાલતુ પ્રાણીઓ નાં કેસ આવતા હોય છે. તેમના માલિકો હોવાથી સારવાર ખૂબ સારી મળતી હોય છે. પેરાપ્લીઝા માં 95 ટકા પ્રાણીઓ કાયમી ખોટ માં રહી જતા હોય છે. હમણાં જ એક અત્યંત ગંભીર પેરાપ્લીઝા નાં કેસની સારવાર કરવી પડી. અત્યારે બિલાડી પગ પર ઉભો રહી શકે છે. પરંતુ રખડતા કૂતરાંઓ અને બિલાડીઓ માં આવું થતું નથી. ઘણીવાર તો તેઓ દવાખાના સુધી પણ પહોંચતા નથી. જો પ્રાણી ની ઉંમર નાની હોય તો ખતરો ઓર વધી જતો હોય છે. - ડૉ.નયન જોષી, વેટરનરી ડોક્ટર

​​​​​​​દોઢ મહિના સુધી રિકવરી શક્ય છે
પાલતુ કૂતરાઓ ને સારી સાચવણી મળવાથી કોમ્પ્લીકેશન થતાં નથી. આવા કૂતરાઓ જો એક થી દોઢ મહિનામાં રિકવરી સુધી પહોંચી શકે તો જ બાકી તેમના બચવાની શકયતાઓ રહેતી નથી. સારવાર મોટાભાગે પેઈન મેનેજમેન્ટ ,સ્ટેરોઇડ્સ, નર્વેનટોનિક ત્યારબાદ સેકેન્ડરી ઇન્ફેક્શન માટે એન્ટીબાયોટિક પણ આપી શકાય. જો પ્રાણી ખાતું ન હોય તો તેને 2 થી 3 દિવસ પાણી વગેરે આપીને ખાતું કરવામાં આવે છે. અમારે ત્યાં અઠવાડિયામાં 5 થી વધુ કેસ આવતા જ હોય છે. - ડૉ. તેજસ મહેતા, વેટરનરી ઓફિસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો