તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Case Of Theft Of Quantity Of Wheat At The Time Of Purchase Of Wheat At Support Price In Talaja, Demand For Action Against Those Responsible

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:તળાજામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી સમયે ઘઉંના જથ્થાની ચોરીનો મામલો, જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ

ભાવનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જવાબદાર કર્મચારી અધિકારીઓેને સસ્પેન્ડ કરવાની માગ

ભાવનગરના તળાજા માર્કેટીંગ યાર્ડમાં ચાલી રહેલા ટેકાના ભાવની ઘઉંની ખરીદીના કેંદ્ર પરથી ઘઉંના જથ્થાની ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માગ કરવામા આવી છે.

તળાજા ખેડુતોના ઘંઉની ચોરીમાં જે કોઈ પણ કર્મચારી કે અધિકારીની સંડોવણી ખુલ્લે તેઓને સસ્પેન્ડ કરી કાર્યવાહીની માગ ભાવનગર જિલ્લાના ખેડૂત એકતા મંચના જીલ્લા પ્રમુખ વાળા ભરતસિંહ પાપટભા, તળાજા પ્રમુખ અશોકસિંહ કે સરવૈયા, દશરથસિહ ગોહિલ, રમેશભાઇ જાની (સાખડાસર)એ કરી છે.

આ અંગે મુખ્યમંત્રી, વિરોધપક્ષ નેતા ગાંધીનગર, નાગરીક પુરવઠા મંત્રી, કૃષિમંત્રી, ભાવનગર કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, તથા તળાજા-મહુવા જિલ્લા પુરવઠા અધિકારી ને આ અંગે નકલ રવાના કરી તટસ્થ તપાસની માંગ કરવામાં આવે તેવી માંગણીઓ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો