તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા રોગમાં રાહત:ભાવનગર જિલ્લાના મ્યુકોરમાઇકોસિસનાં કેસ ઘડાડો, જ્યારે એકનું મોત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધી જિલ્લામાં કુલ 68 દર્દી સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકોરમાઇકોસિસનાં 24 કલાકમાં એકપણ શંકાસ્પદ કેસ નોંધાયો નથી, જિલ્લામાં કુલ 68 કેસ સારવાર હેઠળ નોંધાયા છે. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન મ્યુકોરમાઇકોસિસના કેસોમાં ઘડાડો જોવા મળી રહ્યો છે, ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે એકનું મોત નીપજ્યું હતું.

મ્યુકોરમાઇકોસિસના શહેરમાં કેસોમાં ઘડાડો નોંધાય રહ્યો છે, ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં એકપણ સસ્પેકટીવ કે એકપણ કન્ફર્મ કેસ નોંધાયા નથી આમ, કુલ જિલ્લામાં કુલ 68 કેસ સારવાર હેઠળ નોંધાયા છે.

ભાવનગર જિલ્લામાં કુલ 68 કેસ નોંધાયેલા પૈકી 65 કન્ફર્મ કેસ, 2 સસ્પેક્ટેડ કેસ અને 1 નેગેટિવ કેસ નોંધાયેલા છે. જ્યારે આજદિન સુધીમાં 23 દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલા છે. જ્યારે એક રોગમાંથી લોકો મુક્ત થયા ત્યાં બીજો નવા રોગના કેસમાં વધારો થતો જાય છે. અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 299 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...