તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:આર્મીમાં જોડાવા રનિંગની પ્રેક્ટિસ કરતા યુવકને કારે અડફેટે લેતા મોત

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરાળા-ચોગઠ રોડ પર બનેલો અકસ્માતનો ચકચારી બનાવ
  • શહેરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કરતો ચોગઠનો યુવાન દરરોજ રનિંગની પ્રેક્ટિસ કરતો હતો, કાર ચાલકને ગામ લોકોએ ઝડપી લીધો

ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે રહેતા અને આર્મીની ભરતીની તૈયારી માટે રનિંગની પ્રેક્ટિસ કરતા આશાસ્પદ યુવકને એક કાર ચાલકે અડફેટે લેતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. શહેરની શામળદાસ કોલેજમાં એસ.વાય.બી.એમાં અભ્યાસ કરતા અને ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે રહી આર્મીની ભરતીની તૈયારી કરતા ગોપાલભાઈ મહેન્દ્રભાઈ ડાભી (ઉ.વ.17)ને ઉમરાળા-ચોગઠ હાઈ-વે પર કારે અડફેટે લેતા યુવક ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો હતો.

જેને પ્રથમ ઉમરાળા સીએચસી બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવતા આજે સાંજે 7.50 કલાકે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે મૃતક ગોપાલ આર્મીમાં જોડાવવા ઈચ્છતો હતો અને દરરોજ સાંજે ઉમરાળા-ચોગઠના રસ્તે રનિંગની પ્રેક્ટિસ કરતો હતો.આજે સાંજે સાડા પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન દરરોજની માફક તે દોડવા ગયો હતો.

ત્યારે સાંજે 6 વાગ્યાના અરસામાં જીજે-23-એએફ-1005 નંબરની કારના ચાલકે તેને અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક ગામ લોકોએ એકઠાં થઈ કાર ચાલકને ઝડપી લીધો હોવાનું જાણવા મ‌ળ્યું છે જ્યારે ઈજાગ્રસ્ત યુવકને સારવારઅર્થે ઉમરાળા બાદ ભાવનગર લઈ જવાયો હતો પરંતુ યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...