તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અથડામણ:ઢસામાં કાર પાર્કિંગ બાબતે અથડામણ 3 રાઉન્ડ ટિયરગેસ છોડતા ભાગદોડ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ અને પાન દુકાન સંચાલક વચ્ચે બોલાચાલી પોલીસે ખોટી રીતે યુવકને માર મારવાનો આક્ષેપ

ગઢડા(સ્વામિના) તાલુકાનાનાં ઢસાગામમાં રાજકોટ ભાવનગર ચોકડી પાસે કાર પાર્કિંગ મુદ્દે એક પાન દુકાન સંચાલકને પોલીસ સાથે બોલાચાલી થતા પોલીસે માર મારવાની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા પોલીસ વિરુદ્ધ ઉમટી પડવાની ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી હતી.

ઢસાગામ ચોકડી પાસે એક પાનની દુકાન સામે અડચણ થાય તેવી રીતે પોલીસ સ્ટાફના માણસોએ એક કાર પાર્ક કરતા દુકાનદાર તરફથી અડચણ ના થાય એ રીતે કાર પાર્ક કરવા અને ત્યાંથી કાર લઈ લેવા કહેતા આ કારમાં સિવિલ ડ્રેસમાં રહેલા અને નહી ઓળખી શકેલા પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતાં મામલો ભારે બિચક્યો હતો. 3 પોલીસમેન દ્વારા કાર લઈ લેવા જેવી બાબતમાં બોલાચાલી થતાં એક યુવકને ખોટી રીતે માર મારવાની ઘટનાથી વાયુવેગે સમાચાર ફેલાઈ જતા ઢસા પંથક ના એકજ મોટા સમાજના લોકો ના ટોળા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા. આ ઘટનાના પગલે સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કાબૂ બહાર ઉશ્કેરાયેલા ટોળાને કંટ્રોલ કરવા માટે ઢસા પી.આઈ. તરફથી રિવોલ્વર કાઢવી પડી હતી તેમજ ટોળાને કાબૂમાં લેવા પોલીસ ને 3 જેટલા ટીયર ગેસ છોડવા પડતા અફડાતફડી નો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. આ દરમિયાન થયેલી ભાગદોડ માં 3-4 વ્યક્તિ ને નાની મોટી ઈજા થતાં સારવાર માટે ખસેડવા પડ્યા હતા.

પોલીસ ફરિયાદ હકીકત મુજબ પાન દુકાન સંચાલક સામે ફરિયાદમાં જણાવેલ કે ભારત બંધ બંદોબસ્ત અંતર્ગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન 2.50 વાગે ઢસાના ચાર રસ્તા ભવાની હોટલ પાસે આવતા પોલીસ મોબાઇલ -૨ ગાડી પાનના ગલ્લા પાસે ઉભી રાખેલ હતી. ત્યારે સરકારી ગાડી અહિયા રોડ પર કેમ રાખેલ છે અહીથી આગળ લઇ જાવ તેમ કહ્યા બાદ દુકાનવાળા નરેશભાઇ અમરશીભાઉ ગોલેતર (જાતે - રજપુત ઉ ૬.30 રહે - ભંડારીયાવાળા) એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો બોલવા લાગેલ પોલિસની ફરજમાં રૂકાવટ કરી ગાળો આપી પોતાની દુકાનમાંથી ઘોકો કાઢી ઝપાઝપી કરી પોલીસ સ્ટાફને ઇજાઓ પહોચાડવા બાબતે ધોરણસર ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો