હાઇવે મરણચીસોથી ગુંજ્યો:ભાવનગરના નવાબંદર રોડ પર ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, કારમાં સવાર 4નાં ઘટનાસ્થળે મોત, 3 માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

ભાવનગરએક મહિનો પહેલા
  • કારમાં સવાર ચારેય લોકો નવાબંદરથી ભાવનગર તરફ જતા હતા
  • ખાલી ટ્રક નવાબંદર કોલસા ભરવા જઈ રહી હતી
  • પતરા કાપી ફસાયેલા મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલાયા

ભાવનગર શહેરની નજીક આવેલ નવાબંદર રોડ આજે વહેલી પરોઢે સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના બની છે અને જેમાં ચાર લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે. કારમાં સવાર ચારેય લોકો નવાબંદરથી ભાવનગર તરફ જતા હતા અને ખાલી ટ્રક નવાબંદર કોલસા ભરવા જઈ રહી હતી ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે ત્રણ માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

વહેલી પરોઢે સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત
વહેલી પરોઢે સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

કારમાં સવાર ચાર લોકોના સ્થળ પર મોત નિપજ્યા
હૈયું હચમચાવતી ઘટનાની મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના નવાબંદર રોડ પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર નં. GJ04 CJ 1922 અને ટ્રક નંબર GJ03 AZ 6153 વચ્ચે ધડાકાભેર અકસ્માતની દુર્ઘટના સર્જાઇ છે. સ્વીફ્ટ કારમાં સવાર ચાર લોકોના સ્થળ પર મોત નિપજ્યા હતા બનાવને લઈ 108 અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.

ઉપરથી જમણે ધર્મેશભાઈ ચૌહાણ, નીચેથી જમણે રાહુલ રાઠોડ, ઉપરથી ડાબે હરેશભાઇ રાઠોડ, નીચેથી ડાબે ધર્મેશ પરમાર
ઉપરથી જમણે ધર્મેશભાઈ ચૌહાણ, નીચેથી જમણે રાહુલ રાઠોડ, ઉપરથી ડાબે હરેશભાઇ રાઠોડ, નીચેથી ડાબે ધર્મેશ પરમાર
એકસાથે ચાર લોકોનાં કમકમાટીભર્યાં મોત
એકસાથે ચાર લોકોનાં કમકમાટીભર્યાં મોત

કારના પતરાં કાપી મૃતદેહોને બહાર કઢાયા
ભાવનગર શહેરના આનંદનગર-નવાબંદર રોડપર વહેલી સવારે પુર ઝડપે આવી રહેલી એક કાર ડંમ્પર પાછળ ઘૂંસી જતાં સર્જાયેલા અકસ્માતમાં શહેરના ચાર યુવાનોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ત્યારે ત્રણ માસૂમ બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. કારમાં સવાર ચારેય મિત્રોને ગંભીર ઈજા થતાં તમામના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં, જેમાં ધર્મેશ ભાનુભાઈ ચૌહાણને આશેર 3 વર્ષની દીકરો અને 2 વર્ષનો દીકરી છે, જ્યારે ધર્મેશ ભૂપતભાઈ પરમારને 3 વર્ષની દીકરી છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારના પતરાં કાપી મૃતદેહોને બહાર કઢાયા હતા. કારનો કચ્ચણઘાણ વળી ગયો હતો.

આ અકસ્માતને પગલે ડ્રાઈવર રાજુ બી-ડીવીઝન પોલીસ મથકે હાજર થઈ સમગ્ર બનાવ અંગે વાત કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી કારનાં પતરાં કાપી મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે સર.ટી હોસ્પિટલમાં મોકલી પંચનામું કરી ડંમ્પર ના ડ્રાઈવર ની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ અકસ્માત ને પગલે કરચલીયાપરા વિસ્તારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલાયા
હાલ કારમાં સવાર ચાર લોકોના ફસાયેલા મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મોકલાયા છે. ઘટનાને પગલે પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. મૃતકોના પરિવારજનોમાં આ કારમા બનાવને પગલે ભારે શોક વ્યાપી જવા પામ્યો છે.

ઘટનાને પગલે 108 અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો
ઘટનાને પગલે 108 અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો

મૃતકોના નામની યાદી

1) રાહુલ ચંદુભાઈ રાઠોડ ઉં.વ. 20 આશરં, રહે. ક.પરા, ધંધો - મજૂરી

2) ધર્મેશભાઈ ભાનુભાઈ ચૌહાણ ઉં.વ. 24 આશરે, રહે. પ્રભુદાસ તળાવ, ધંધો - મજૂરી

3) હરેશભાઇ જેન્તીભાઈ રાઠોડ ઉં.વ. 24 આશરે રહે. પોપટનગર, ધંધો - ડ્રાઇવર

4) ધર્મેશ ભુપતભાઇ પરમાર ઉં.વ. 23 આશરે રહે. રૂખડીયા હનુમાનજી પાસે, ધંધો - મજૂરી

કારમાં ફસાયેલા લોકોની લાશ બહાર કાઢી પીએમ અર્થે ખસેડાઇ
કારમાં ફસાયેલા લોકોની લાશ બહાર કાઢી પીએમ અર્થે ખસેડાઇ

જિલ્લામાં 3 દિવસમાં 9 લોકોના અપમૃત્યુ
ભાવનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 9 લોકોના અપમૃત્યું થયાં છે. જેમાં મોટા ખુટવડાના ડેમમાં ડુબવાથી એક પરિવારના 4 લોકોના મોત થયાં હતા. જે બાદ ગઈકાલે હિટ એન્ડ રનના બનાવમાં 1નું મોત અને 2ને ઈજા પહોંચી હતી અને આ અકસ્માતના બરોબર 12 કલાક બાદ આજે વહેલી સવારે આ અકસ્માત બન્યો હતો. જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં નાના મોટા 60થી વધુ અકસ્માતો બન્યા છે.

અકસ્માતના કારણો

  • ભયજનકવળ‌ાંકમાં કાર 100થી વધારેની સ્પીડે આવતી હતી
  • વળાંકમાં આવેલા ઝાડી ઝાંખડાને લીધે મોટા ભાગનો રોડ ઢંકાયેલો
  • રોડ પર ભયજનક વળાંકનું સાઈન બોર્ડ તથા રેડિયમની પટ્ટીઓ ભુંસાયેલી હતી
અન્ય સમાચારો પણ છે...