દુર્ઘટના:વાડીએથી ચાલીને આવી રહેલી બાળકીને કારે અડફેટે લેતા મોત

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉમરાળા-વલભીપુર હાઈ-વે પર વાડીથી ચાલીને આવી રહેલી આઠ વર્ષની બાળકીને એક અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા બાળકીનું મોત થયું હતું. આ અંગે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ઉમરાળા પોલીસમાં ગુન્હો નોંધાયો છે.

ઉમરાળાના સિતારામનગરમાં રહેતા અજીતભાઈ તેજાભાઈ વાઘેલાએ ઉમરાળા પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, કમળેજ ગામે રહેતા તેમની બહેન સંગીતાબેનની દિકરી સીમર (ઉ.વ.8) છેલ્લા દોઢ મહિનાથી દિવાળીના વેકેશનમાં મામાના ઘેર આવી હતી અને આજે તેઓ તેમના પત્નિ તથા અન્ય ખેત મજુરો વાડીએ ગયા હતા અને બપોરે વાડીએ જમીને કપાસ વીણવાનું કામ પતાવી બપોરે 12.45 કલાકના અરસામાં ભાણકી સીમર સાથે અન્ય લોકો ચાલીને ઘરે આવતા હતા.

ત્યારે વાડીના ઝાપા પાસે અજાણ્યા કાર ચાલકે બાળ‌કીને અડફેટે લેતા બાળકને કપાળ તથા દાઢી અને પગમાં ઈજાઓ પહોંચી હતી જેને 108 મારફત ઉમરાળા સરકારી દવાખાને સારવારઅર્થે લાવવામાં આવી હતી જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ઉમરાળા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...