કાર્યવાહી:સિહોરના ગુંદાળા વિસ્તારના મકાનમાંથી ગાંજો ઝડપાયો, પોલીસે ગુન્હો નોંધ્યો

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉંડવીના શખ્સ પાસેથી વેચાણઅર્થે ખરીદીને લાવ્યો હતો

સિહોરના ગુંદાળા વિસ્તારના રહેણાંકી મકાનમાં ગાજો રાખ્યો હોવાની બાતમીના આધારે સિહોર પોલીસે સાંજના સમયે રેઈડ કરી ગાંજા સાથે 1 શખ્સને ઝડપી પાડી અને આ ગાંજો આપનારા શખ્સ બંન્ને વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ સિહોર પોલીસ મથકમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સિહોરના રામનગર પ્લોટ, ગુંદાળા વિસ્તારમાં આવેલા દિલીપ સવશીભાઈ સોલંકીના રહેણાંકી મકાનમાં ગાંજો રાખી તેનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે સિહોર પોલીસે આજે સાંજે તેના ઘરે રેઈડ કરતા તેની ઘરની દિવાલ પરની ખીલ્લીમાં લટકાવેલી કાપડની થેલીમાં રાખેલો રૂ.9,750ની કિંમતનો 975 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

આ મામલે પોલીસે દિલીપ સવશીભાઈ સોલંકીની અટક કરી પુછપરછ કરતા આ જથ્થો પાંચા માવજી (રહે. ઉંડવી) નામના શખ્સ પાસેથી તે વેચાણઅર્થે લાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે સિહોર પોલીસે દિલીપ સવશીભાઈ સોલંકી અને પાંચા માવજીભાઈ (રહે ઉંડવી) વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ સિહોર પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...