તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:પ્રાણીઓમાં કેનાઈન-ફેલાઈન કોરોનાની વર્ષોથી સારવાર ઉપલબ્ધ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાણીઓમાં ફેલાવવાની બાબત સંશોધન હેઠળ, સાફ-સફાઈ અને ડીવોર્મિંગ પ્રાણીના બચાવ માટે અસરકારક

અત્યારના સમયમાં કોરોના વાઇરસના ફેલાવાને લઈને સામાન્ય લોકોમાં અનેક ભ્રમણાઓ છે. કોરોના વાઇરસ નાં બીજા વેવ દરમિયાન ખાસ કરીને પાલતુ પ્રાણીઓ રાખતા (કૂતરા, બિલાડી અને પક્ષીઓ) પાળતા લોકો માટે ચિંતાનો વિષય છે.વેટરીનરી ડોકટરો વર્ષોથી કેનાઇન અને ફેલાઈન કોરોના વાઇરસનું નિદાન અને સારવાર કરે છે.પ્રવર્તમાન કોરોના વાઈરસનો ચેપ મનુષ્યથી મનુષ્યમાં પરસ્પર ફેલાય છે. પ્રાણીઓમાંથી માણસોમાં કે માણસોથી પ્રાણીઓમાં ફેલાતો નથી. ડોગ અને કેટ દ્વારા મનુષ્યમાં કોરોના નો ચેપ લાગવો એ વૈજ્ઞાનિક રીતે અસંગત છે.આજની તારીખમાં ઉપલબ્ધ માહિતીના આધારે, મનુષ્યમાં ફેલાતા કોરોના નું જોખમ પ્રાણીઓમાં ઓછું છે.

કોરોના વાઇરસ coronaviridae ફેમિલીમાંનો એક વાઇરસ છે.કોરોના વાઇરસના મુખ્યત્વે ચાર સ્ટ્રેઇન છે, જે ગંભીર બીમારીઓ માટે જવાબદાર છે. આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા.આલ્ફા અને બીટા સસ્તન પ્રાણીઓમાં, જ્યારે ગામા અને ડેલ્ટા પક્ષી અને દરિયાઈ પ્રાણીઓમાં અસર કરે છે.આલ્ફા સ્ટ્રેઇન થી કેનાઇન કોરોના વાઇરસ( કુતરાઓમાં માઈલ્ડ ડાયેરિયા અને શ્વાસની બીમારી) તથા ફેલાઈન પેરિટોનાઇટીસ ( બિલાડીઓમાં શ્વાસની તકલીફો માટે જવાબદાર છે). આ બન્ને રોગો માટેની વેકસીન ઘણાં વર્ષોથી ઉપલબ્ધ છે. સમયસર રસીકરણ કરેલ પેટ્સમાં આવા રોગો નહિવત જોવા મળે છે. છતાં પણ આ રોગ થાય તો સમયસર અને યોગ્ય સારવારથી તેના પર કાબુ મેળવી શકાય છે.

પ્રાણીઓમાં ફેલાવો
24 એપ્રિલ, ૨૦૨૧ના રોજ નેહરુ ઝૂલોજીકલ પાર્ક, હૈદરાબાદ ખાતે આઠ એસીયાટીક લાયન (સિંહ)ને શ્વસન સંબધિત મુશ્કેલીઓ જણાતા સેમ્પલ લેવામાં આવેલ. જેનું એનાલિસિસ માણસોમાં થાય એ જ રીતે RT-PCR દ્વારા કરવામાં આવ્યું હતું.સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી - (સીસીએમબી) હૈદરાબાદ દ્વારા 4 મે-2021ના રોજ મંત્રાલય સાથે આઠ એશિયાટિક સિંહોના પરીક્ષણ અહેવાલો શેર કર્યા છે.ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થા (આઈવીઆરઆઈ)ના નિષ્ણાતોની સલાહ મુજબ કહેવામાં આવ્યું છે કે,અમે હજી પણ આ વાયરસ વિશે એનાલિસિસ કરી રહ્યા છીએ, તે કેટલીક પરિસ્થિતિઓમાં માણસોથી પ્રાણીઓમાં ફેલાય છે.

કોરોના પોઝિટિવ દરદીને પાલતુ પ્રાણીઓથી દૂર રહેવું
જો ઘરની અંદરની વ્યક્તિ બીમાર પડે, તો તે વ્યક્તિને પાળતુ પ્રાણી સહિત, દરેક વ્યક્તિથી અલગ કરો.અત્યાર સુધીમાં અમુક ખાસ કિસ્સાઓમાં મનુષ્યમાંથી પ્રાણીમાં કોરોનાનું સંક્રમણ થયેલ રીપોર્ટ ધ્યાનમાં આવેલ છે, જેની પુષ્ટિ અમુક વૈજ્ઞાનિકોએ કરેલ, પરંતુ તેનું ચોક્કસ સંક્રમણ કઈ રીતે થાય છે એ હાલમાં પણ સંશોધનનો વિષય છે.કોરોનાને કારણે છેલ્લાં બે ત્રણ વર્ષમાં કોઈ પ્રાણીનું મૃત્યુ થયું એવો કોઈ કિસ્સો બન્યો નથી.પેટ્સમાં શિડયુલ મુજબ ડિવોર્મિંગ અને રસીકરણ કરવું. પેટ્સ અને ફૅમિલીનું પર્સનલ હાઇજિન જાળવવું અને સેનીટાઇઝર વાપરવું જરૂરી છે. ડોગ અને કેટ માટે કોરોના રસી હાલમાં ઉપલબ્ધ છે, જેનું રસીકરણ કરાવી લેવું હિતાવહ છે. - ડો.નયનકુમાર જોષી, વેટરનરી સર્જન

અન્ય સમાચારો પણ છે...