એનાલિસિસ:20 વર્ષમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારો 5.5% વધ્યા

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2002ની ચૂંટણીમાં 13.5 ટકા ઉમેદવારો ગુન્હામાં સંડોવાયેલા હતા તે વધીને 19 ટકા થયા
  • આ વખતે ચૂંટણીમાં મતદારોને કયા કયા વચનો આપીને મનાવવા કે રિઝવવા તે માટે મુદ્દાઓ શોધતા ઉમેદવારો

ગુજરાત વિધાનસભાની યોજાનારી ચુંટણીમાં આ વખતે ચૂંટણીમાં ઊભા રહેલા કુલ 1621 ઉમેદવારો પૈકી 313 એટલે કે 19 ટકા ઉમેદવારો ગુન્હાહિત ભૂતકાળ ધરાવતા હોવા છતાં વિવિધ રાજકીય પક્ષોએ તેમને લાઈક ગણીને ટિકિટ આપી છે. ઇ.સ.2002માં વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 1000 ઉમેદવાર હતા અને તેમાં 135 ઉમેદવારો ગુન્હાહિત ભૂતકાળ ધરાવતા હતા. એટલે 20 વર્ષમાં લોકશાહી વધુ પાકટ બની હોય તો ગુન્હાહિત ઉમેદવારોની સંખ્યા ઘટવી જોઇએ પણ 5.5 ટકા વધી છે.

આ ઉમેદવારો જો જીતે તો તે મતદારોને પસંદ નથી તેવું કહેવું ઉચિત નથી કારણ કે ભૂતકાળની ચૂંટણીમાં આવા ઉમેદવારો સામે નખશિખ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો પરાજિત થયાના અનેક દાખલાઓ છે. આવા ઉમેદવારો પાસે ભ્રામક પ્રચાર કરનારાઓની મોટી ફોજ હોય છે ઉપરાંત મતદાનના અનેક આડા રસ્તાઓના પણ તેઓ અઠંંગ ખેલાડી હોય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જ્યારે ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણ પક્ષો માટે આ વખતે પ્રતિષ્ઠાનો જંગ બનનારી છે ત્યારે મતદારોને કયા કયા પ્રશ્નોના ઉકેલને પ્રાધાન્ય આપીને પોતાના તરફથી મતદાન કરાવવા રિઝવવા તે મુદ્દાઓ ઉમેદવારો શોધી રહ્યા છે અને શેરીએ શેરીએ પ્રજાજનોમાં પણ પ્રશ્નો ચર્ચાઇ રહ્યા છે.

પણ એક વાત તો વાસ્તવિકતા છે કે હવે રાજકારણ મતકારણમાં પરિવર્તન પામ્યું હોય તેમ ઉમેદવારને પસંદ કરાય ત્યારે પક્ષ તે ઉમેદવાર પાસે લાયકાત કે પ્રતિભા કરતા તે કઈ જ્ઞાતિનો છે અને તેની પાસે મેન, મની અને મસલ પાવર કેટલો છે તે મુખ્યત્વે જોવામાં આવે છે અને આ વેતરણીમાં જે ઉમેદવાર ચડી જાય તેને ટિકિટ મળે છે. ચૂંટણીમાં જ્ઞાતિવાદ એક મોટું પરિબળ મનાય છે જે ચૂંટણી જંગ જીતવા માટે અનેક વખત કારગત સાબિત થઈ ચૂક્યું છે.

જ્ઞાતિવાદથી મત આપવા ચૂંટણી અગાઉ જ્ઞાતિઓની બેઠકો મળે છે વિવિધ નામે સંમેલનો યોજાય છે જેમાં ક્યાં ઉમેદવારને પસંદ કરી મત આપવો તે નિર્ણય આપણી લોકશાહી પદ્ધતિમાં એક અરસાથી લેવાતો આવ્યો છે. આ પદ્ધતિના પરિણામે જ જ્ઞાતિવાદ વધુ વકર્યો છે. કોળી સમાજ, પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ, દલિત સમાજ, લઘુમતી વર્ગ જેવું વિભાજન થઈ ગયું છે. જોકે આનાથી સક્ષમ રાજકીય આગેવાનો મળતા ઓછા થતા જાય છે તે પણ વાસ્તવિકતા છે.સારો નહીં પણ મારો તેવા જ્ઞાતિવાદના લેબલ સાથે ચૂંટણીમાં મત આપવામાં આવે છે.

આ તમામ પ્રશ્નો હોવા છતાં મતદાનના દિવસે મતદારોનો જોક ક્યાં ઉમેદવાર તરફ ઢળશે તે કહેવામાં તો ભલભલા રાજકીય પંડિતો પણ ગોથું ખાઈ ગયાના અનેક ઉદાહરણ છે. કોઈ કોઈ વાર મતદાર હોય એ એકના એક મુદ્દે લડતા ઉમેદવાર કે તેના પક્ષને બરાબર પાઠ ભણાવ્યો છે મતદારોને નાદાન સમજનાર ઉમેદવારોને ચૂંટણીના પરિણામ પછી જ ખબર પડે છે કે મૂર્ખ તો પોતાને મતદારોએ બનાવ્યો છે. આ જ સાચી લોકશાહી છે.

પ્રથમ તબક્કામાં 1લી ડિસેમ્બરે મતદાન છે ત્યારે ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકોમાં અત્યારે પ્રચાર કાર્ય તેની ચરમસીમાએ પહોંચવા આવ્યંુ છે અને ભાજપ-કોંગ્રેસ-આપ અને અન્ય ઉમેદવારો જાત જાતના વચનો આપીને સભાઓ ગજવી રહ્યા છે.

ગુનેગાર ઉમેદવારો
ચૂંટણીકુલ ઉમેદવારગુનેગારટકાવારી
2002100013513.50%
2012128322217%
2017181525314%
2022162131319%
અન્ય સમાચારો પણ છે...