તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદનપત્ર:પીએસઆઈની ભરતીમાં નિયમોમાં ફેરફાર બાબતે ઉમેદવારોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારોએ પોતાનો રોષ વ્યક્ત કરી તાકીદે નિયમો સુધારવા માંગ કરી
 • સરકાર નિયમોમાં ફેરફાર નહી કરે તો આગામી દિવસોમાં હાઇકોર્ટના દ્વાર ખખડાવીશું

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પી.એસ.આઈ અને એ.એસ.આઈ ની ભરતીમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે નિયમોના સુધારાને લઈને આજે પી.એસ.આઇ તેમજ એ.એસ.આઈની ભરતી પ્રક્રિયા માટે તૈયારીઓ કરતા ઉમેદવારો મોટી સંખ્યામાં એકઠા થઇ અને ભાવનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆતો કરી હતી.

300થી વધુ યુવક યુવતીઓ કલેકટર કચેરી ખાતે ઉમટ્યા

તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલ પોલીસ વિભાગની પીએસ.આઈ, એ.એસ.આઇ અને કોન્સ્ટેબલની ભરતીના નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. તેની સામે ભાવનગરના ઉમેદવારોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને તાકીદે નિયમો સુધારવા માંગ કરી છે. આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જો નિયમોમાં ફેરફાર નહી થાય તો અમે હાઇકોર્ટના દ્વાર ખખડાવીશું. આ મામલે આજે ભાવનગરમાં પોલીસ ભરતીની તૈયારીઓ કરતા 300થી વધુ યુવક યુવતીઓ કલેકટર કચેરી ખાતે ઉમટ્યા હતા.

સરકાર સામે રોષ વ્યક્ત કરીને સૂત્રોચ્ચાર કર્યા

ભાવનગરના યુવક યુવતીઓએ સરકાર સામે રોષ વ્યક્ત કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ યુવકોની માંગ છે કે 25 મિનિટમાં 5 કિલોમીટર દોડ પૂરી કરનાર તમામ ઉમેદવારોને પ્રાથમિક અને લેખિત પરિક્ષા માટે લાયક ગણવામાં આવે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે ભરતીમાં કોના ઇશારે નિયમો બનાવવામાં આવે છે. આ ઉમેદવારોની એવી પણ માંગ છે કે સામાન્ય રીતે ફોર્મ ભરવાનો સમય 30 દિવસનો અપાય છે તો આ ભરતીમાં 15 દિવસનો સમય કેમ નક્કી કરાયો છે. ઉમેદવારોએ જણાવ્યું હતું કે જો સરકાર નિયમોમાં ફેરફાર નહી કરે તો આગામી દિવસોમાં હાઇકોર્ટના દ્વાર ખખડાવીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો