ફોર્મ ભરવાનો અંતિમ દિવસ:ભાવનગરની સાત બેઠકો પર ભાજપ, કૉંગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારોનો ફોર્મ ભરવા ધસારો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. પહેલા તબક્કા માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ઉમદેવારો ફોર્મ ભરવા ભારે ઘસારો જોવા મળ્યો હતો.

ભાવનગર જિલ્લાની સાત બેઠકો
ભાવનગર જિલ્લાની સાત બેઠકોમાં ભાવનગર પૂર્વ, પશ્ચિમ, ગ્રામ્ય, ગારીયાધાર, પાલીતાણા, તળાજા અને મહુવા બેઠકો પર ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હોવાથી રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે તેને ફોર્મ ભરવા માટે ભાજપ કોંગ્રેસના આગેવાનોમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો.

ભાજપ અને કોંગ્રેસના ઉમદેવારો
જેમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકો પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભર્યા હતા, જેમાં ભાવનગર પૂર્વ માંથી ભાજપ સેજલબેન રાજીવભાઈ પંડ્યા તથા કૉંગ્રેસ બળદેવ માજીભાઈ સોલંકી, ભાવનગર પશ્ચિમ કૉંગ્રેસ માંથી કિશોરસિંહ ગોહિલ (કે.કે.ગોહિલ) અને આપ રાજુ સોલંકી, ભાવનગર ગ્રામ્ય માંથી ભાજપના પરસોત્તમ સોલંકી તથા કૉંગ્રેસના રેવતસિંહ ગોહિલ જ્યારે આપના ખુમાનસિંહ ગોહિલ, તળાજા માંથી ભાજપના ગૌતમ ચૌહાણ અને કૉંગ્રેસના કનુભાઈ બારૈયા, પાલીતાણા માંથી ભાજપના ભીખાભાઈ બારૈયા અને કૉંગ્રેસ માંથી પ્રવીણ રાઠોડ, મહુવા માંથી ભાજપના શિવાભાઈ ગોહિલ, ગારિયાધાર માંથી ભાજપના કેશુભાઈ નાકરાણી અને કૉંગ્રેસના દિવ્યેશ ચાવડાએ ફોર્મ ભર્યા હતા,

17 નવેમ્બરના રોજ ચિત્ર સ્પષ્ટ થશે
હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. અને બે દિવસ ફોર્મ પરત ખેંચ્યા બાદ જ તા.17 નવેમ્બરના રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ જ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે, આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...