ચૂંટણી ચક્કર:પંચાયતની ચૂંટણીમાં પ્રચારના પ્રતિબંધના પટ્ટાના ઠેકાણા નથી, ઉમેદવારો પણ મુંજાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી કામમાં રોકાયેલા કર્મચારીઓને ભથ્થા પણ અધ્ધરતાલ
  • 100 અને 200 મીટરના પટ્ટા લગાવાય છે જે ચૂંટણી આડે એક દિવસ છતાં કર્યા નહીં

ભાવનગર જિલ્લાની 244 ગ્રામ પંચાયતની આગામી તા.19ના રોજ ચુંટણી છે. તમામ તૈયારીને આખરી ઓપ અપાઈ ગયો છે. પરંતુ હજુ મતદાન મથકની ત્રિજ્યામાં પટ્ટા લગાવવા અને ચુંટણી કામગીરમાં રોકાયેલા કર્મચારીઓને વળતરના કોઈ ઠેકાણા નથી.

ભાવનગર જિલ્લાની કુલ 436 ગ્રામ પંચાયત પૈકી 244 ગ્રામ પંચાયતમાં આગામી તા.19ના રોજ સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચુંટણી યોજાનાર છે. ગ્રામ પંચાયતમાં તો બેલેટ દ્વારા મતદાન કરવાનું હોવાથી વધુ કામગીરી રહે છે. ગ્રામ પંચાયતની ચુંટણીમાં 4532 કર્મચારીઓ રોકાયેલા છે. જેઓને 18મીએ સવારે હાજર થઈ 19મી એ રાત્રે ચુંટણી પૂર્ણ થાય ત્યાં સુધી કામગીરીમાં રોકાયેલા રહેશે. તદુપરાંત મતગણતરી સમયે પણ એટલી જ દોડાદોડી રહેશે.

ગ્રામ પંચાયતની ચુંટણી સંદર્ભે ચુંટણી અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડી ઉમેદવારો અને સમર્થકો માટે મતદાન મથક આસપાસ પ્રચાર પ્રસારના પ્રતિબંધ લાદી દીધા છે. પરંતુ તેના માપદંડ માટેની રેખા દોરવાની તો તંત્ર ભુલી જ ગયા અથવા તો તેમાં બેદરકારી દાખવી છે. સામાન્ય રીતે ચુંટણીના બે ત્રણ દિવસ પૂર્વે જ મતદાન મથકની ત્રિજ્યામાં પટ્ટા લગાવી પ્રચાર પ્રસારને અટકાવતા હોય છે.

પરંતુ રવિવારે ચુંટણી છે અને ચુંટણી આડે માત્ર એક દિવસ જ આડો હોવા છતાં મતદાન મથકની ત્રિજ્યામા તંત્ર દ્વારા પટ્ટા લગાવાયા નથી. જેથી ઉમેદવારો પણ મુંજવણમાં મુકાયા છે. અને આચારસંહિતા ભંગ બાબતે પણ કાર્યવાહી કરવી મુશ્કેલ બનશે. એટલું જ નહીં પરંતુ ચુંટણી કામમાં રોકાયેલા કર્મચારીઓને ચુંટણી ભથ્થુ ગ્રાન્ટ ઉપલબ્ધ થયા બાદ મળશે. અને ગ્રાન્ટ ક્યારે ઉપલબ્ધ થશે.તેના હજુ ઠેકાણા નથી.

ચૂંટણીની પૂર્વ સંધ્યા સુધીમા થશે
મતદાર મથક આસપાસની 100 અને 200 મીટરની ત્રિજ્યામાં પટ્ટા પરથી વાહનવ્યવહારને કારણે પટ્ટા ભુસાઈ ના
જાય તે માટે હજુ કર્યા નથી. જે કાલે સાંજ સુધી થઈ જશે.> આકાશ સરવૈયા, ડી.ઈ. આર.એન્ડ બી.જિ.પં.

શુ છે નિયમ ?

  • મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં પ્રચાર પ્રસાર ના થઈ શકે. મત આપવા આગ્રહ ના કરી શકાય. મોબાઇલ કે વિજાણુ સંદેશા વ્યવહારના સાધનોનો વપરાશ ના થઈ શકે.
  • મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યામાં ઉમેદવારનું કાર્યાલય ના થઈ શકે. ચુંટણી પ્રચાર કે સ્લીપ વહેંચવા મંડપ પણ બાંધી ના શકે.
અન્ય સમાચારો પણ છે...