તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુવાનનું લોકાર્પણ:1962 નંબર પર ફોન કરવાથી ઘરેબેઠા પશુઓની સારવાર થશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુઓની તાત્કાલીક સારવાર માટે 6 મોબાઈલ પશુવાનનું લોકાર્પણ
  • મહુવા, તળાજા, પાલિતાણા, ગારિયાધાર, વલભીપુર, ઘોઘા તાલુકામાં પશુવાન દ્વારા થઇ શકશે સારવાર

તાત્કાલિક માનવ સારવાર માટેની 108 સેવા જેવી જ પશુઓની જીવન રક્ષક સારવાર 1962 આધારિત ફરતા પશુ દવાખાનાની પહેલરૂપ સેવા શરૂ કરી છે જે અંતર્ગત ભાવનગર જિલ્લાનાં મહુવા ખાતે 6 પશુ વાન અર્પણ કરાઈ હતી. જેને લીલી ઝંડી આપી પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ એ.પી.એમ.સી., મહુવા ખાતેથી પ્રસ્થાન કરાવ્યુ હતું.

આ 6 મોબાઇલ એમ્બ્યુલન્સવાન ભાવનગર જિલ્લાના 6 તાલુકાઓમાં ફાળવવામાં આવેલ છે. જે પૈકી મહુવા તાલુકાના અમૃતવેલ, તળાજા તાલુકાના જસપરા , પાલીતાણા તાલુકાના નોંધણવદર , ગારીયાધાર તાલુકાના ગણેશગઢ , વલ્લભીપુર તાલુકાના રતનપર-ગાયકવાડ અને ઘોઘા તાલુકાના તણસા ગામ ખાતે પશુપાલકોના પશુઓની સારવાર માટે ફાળવવામાં આવી હતી.રાજ્ય સરકારના પશુપાલન વિભાગના માધ્યમથી રાજ્યનાં તમામ પશુઓને ચિકિત્સા ક્ષેત્રે કામગીરીના ભાગરૂપે આ યોજના અમલમાં મુકવામાં આવી છે.પશુ ચિકિત્સારથ કહી શકાય એવું આ ફરતું દવાખાનું ફાળવવામાં આવેલા ગામોમાં 1962 નંબર પર કોલ કરવાથી સેવા આપશે.

હાલ જિલ્લામાં કુલ 25 ફરતા પશુ દવાખાના ફાળવવામાં આવતાં જિલ્લાના કુલ 250 ગામોના પશુપાલકોના પશુઓની વિનામૂલ્યે અને ઘેર બેઠાં આરોગ્ય સંભાળ લેશે.આ મોબાઇલ એનિમલ હોસ્પીટલમાં એક પશુ ચિકિત્સક અને એક વાહન ચાલક સહ મદદનીશ સેવાઓ આપશે.સવારના 7 વાગ્યા થી સાંજના 7 વાગ્યા સુધી 1962 પર કોલ કરીને જે તે વિસ્તારના પશુપાલકો પશુ સારવાર સેવા લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...