તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:બેંકના નામે ફોન કરી ઓટીપી મેળવી એકાઉન્ટમાંથી 1 લાખ ઉપાડી લીધા

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • PGVCLના લાઈનમેનના ખાતામાંથી રકમ સેરવી લીધી
  • કોરોના પોઝિટિવ આવ્યા હોવાથી 1 મહિના બાદ ફરિયાદ એસ.બી.આઇ કાર્ડ ડિપાર્ટમેન્ટની ફોનમાં ઓળખ આપી

પાલિતાણામાં રહેતા અને ગારિયાધાર પીજીવીસીએલમાં લાઈનમેન તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિને કોઈ અજાણ્યા ઈસમે બેંકના નામે ફોન કરી વારાફરતી બે વાર ઓટીપી મેળવી ખાતામાંથી 1 લાખથી વધારેની રકમ સેરવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે.

પાલિતાણામાં રહેતા અને ગારિયાધાર પીજીવીસીએલમાં લાઈનમેન તરીકે ફરજી બજાવતા પ્રદિપકુમાર પ્રવિણભાઈ પંડ્યા ગત તા. 9/4ના રોજ તેઓ ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ પર બપોરે દોઢ વાગ્યે ફોન આવ્યો કે, એસબીઆઈ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું તમારૂં ક્રેડિટ કાર્ડનો એન્યુઅલ ચાર્જ આવ્યો છે તેમ જણાવી કાર્ડ નંબર મેળવ્યા બાદ વારાફરતી બે વખત ઓટીપી મેળવી લઈ ખાતામાંથી અનુક્રમે 55,816 અને 55,613 ઉપાડી લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી.

જે બાદ તેમણે બેંકમાં જાણ કરતા આ કાર્ડ બંધ કરાવી સાઈબર યુનિટ અમદાવાદને જાણ કરતા તેમણે નજીકના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું પરંતુ આ સમયગાળા દરમિયાન તેઓ કોરોના પોઝિટિવ આવતા આજે પાલિતાણા ટાઊન પોલીસ મથકમાં તેમની સાથે કુલ રૂ. 1,11,429ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધીવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળ‌ની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...