તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપીંડી:ફોન કરી કસ્ટમ અધિકારીના નામે રૂપિયા સેરવી લીધા

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઇંગ્લેન્ડ, પશ્ચિમ આફ્રિકાના દેશ ગીની અને જાપાનના નંબર પરથી ફોન કરી છેતરપીંડી કરી

ફાંકડું અંગ્રેજી બોલી-બોલીને મહિલા સાથે મિત્રતા કરી લંડનથી ગિફ્ટ મોકલી હોવાનું જણાવી કસ્ટમના નામે સાડા નવ લાખ જેટલી રકમની છેતરપિંડી શહેરની મહિલા સાથે આચરવામાં આવી છે. આ અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

મળતી વિગતો પ્રમાણે જાગૃતિબેન સંજયભાઈ પરમાર (રહે. પાનવાડી)નામની મહિલાને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર મેન્થ્યુ પિટરસન નામના એક શખ્સની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી અને તેની રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યાં બાદ આ શખ્સનું ફાંકડું અંગ્રેજી બોલીબોલી મહિલાને ભોળવી લંડનથી તેના માટે ખાસ ગિફ્ટ મોકલી હોવાનું જણાવી તે બાદ અલગ-અલગ ત્રણ દેશોના નંબરો પરથી ફોન કરી કસ્ટમ અધિકારી તરીકેની ઓળ‌ખ આપી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રૂ. 9,45,000 જમા કરાવડાવ્યા હતા

પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની ગિફ્ટ નહી મળતા મહિલાએ સાયબર પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. જ્યારે આ મામલે સાઈબર ક્રાઈમ પોલીસે અજાણ્યા નંબરો અને જે બેંકોમાં પૈસા જમા કરાવડાવ્યા છે તેની તપાસ શરૂ કરી દીધી છે.

ડેટા પ્રાઈવર્સી પર સવાલો
ભાવનગરની મહિલાને ત્રણ અલગ-અલગ +44, +87 અને +81 ના કંટ્રીકોડ વાળા નંબર પરથી ફોન આવ્યો હતો. જે લંડન, પશ્ચિમ આફ્રિકાના દેશ ગીની અને જાપાનનો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે ત્યારે સવાલ એ થાય કે મહિલાનો નંબર લંડનથી આફ્રિકા અને ત્યાંથી જાપાન નંબર પહોંચ્યો કંઈ રીતે ? આ ઘટના પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડેટા પ્રાઈવર્સી પર સવાલો ઉઠે છે.

અન્ય સમાચારો પણ છે...