હુક્કા બાર પર પોલીસના દરોડા:ભાવનગરના પ્રભુદાસતળાવ પાસે રહેણાંક મકાનમાં ધમધમતા હુક્કા બાર પર સી-ડીવીઝનના દરોડા, 7 શખ્સોની ધરપકડ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલગ-અલગ ફ્લેવર્ડના ઝર્દા, પાંચ હુક્કા, પાઈપ, ચિલમ, મોબાઈલ, બાઈક મળી કુલ રૂ.1.16 લાખનો મુદ્દામાલ કબ્જે

ભાવનગર શહેરના પ્રભુદાસતળાવ વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ધમધમતા હુક્કા બાર પર સી-ડીવીઝન પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. આ બારમાં માદક ઝર્દાનો કશ ખેંચતા શખ્સો સહિત હુક્કા બારના માલિકની 1.16 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

આ સમગ્ર બનાવ અંગે સી-ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ગુરુવારે મોડી રાત્રે સી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન બાતમીદારો એ ચોક્કસ બાતમી આપી હતી કે, પ્રભુદાસતળાવમા આવેલી હવા મસ્જિદ પાસે રહેતો ઈમરાન ઉર્ફે લંબુ અબ્દુલમજીદ મોમીન પોતાના મકાનમાં ગેરકાયદે હુક્કા બાર ચલાવે છે જે હકીકત આધારે ટીમે ઈમરાનના ઘરે રેડ કરતાં સાત શખ્સો હુક્કામા ફ્લેવર્ડ વાળી ઝર્દાના કશ ખેંચી રહ્યાં હતાં જયારે કેટલાક શખ્સો હુક્કા મા ઝર્દો ભરી રહ્યાં હતાં.

પોલીસે બારના માલિક ઈમરાન પાસે હુક્કા બાર ચલાવવા અંગે લાઈસન્સ તથા જરૂરી મંજૂરી માંગતા ઈમરાન કોઈ દસ્તાવેજ રજૂ ન કરી શક્તા પોલીસે ઈમરાન ઉર્ફે લંબુ અબ્દુલમજીદ મોમીન, મહંમદ શબ્બીર સિનેમાવાલા, હોજેફા નુરૂદ્દીન તેજાબવાલા, ધર્મ દર્શન જોષી, હિદાયત ઈબ્રાહિમ શેખ, સમીર હનિફ સમા તથા દિપ દિલીપભાઈ ચૌહાણની ધરપકડ કરી સ્થળપરથી અલગ-અલગ બ્રાન્ડના ઝર્દા હુક્કા, ચિલમ, પાઈપ, મોબાઈલ, બાઈક મળી કુલ રૂ.1.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...