પાંચ દિવસ મહાપર્વની ઉજવણીનો આરંભ:આજે ધનતેરસે પૂજન સાથે સોના-ચાંદી-ઘરેણાની ખરીદી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે ચોપડા ખરીદવા, શ્રી યંત્ર, સોનુ-ચાંદી અને ઝવેરાત ખરીદવા માટેનો શ્રેષ્ઠ દિવસ

તા.2 નવેમ્બરને મંગળવારે આસો વદ-12ના દિવસે સવારે 11.33 સુધી જ બારસનું પર્વ છે અને ત્યાર બાદ ધન તેરસના પર્વની ઉજવણીનો આરંભ થશે. આથી મંગળવારે વાર્ષિક હિસાબના ચોપડા ખરીદવા, સિદ્ધ શ્રી યંત્ર પૂજન, સોનુ-ચાંદી, હીરા ઝવેરાત અને આભૂષણો ખરીદવા માટેનો મંગળવારે ધનતેરસે શ્રેષ્ઠ દિવસ છે. આ પર્વે ધન પૂજન, ધન્વંતરી પૂજન અને યમદીપ દાનનો પારંપારિક મહિમા છે. ઉપરાંત ધન તરેસના પર્વની ભાઇ બીજ સુધી પાંચ દિવસ મહાપર્વની ઉજવણીનો આરંભ થશે.

તા.2 નવેમ્બરને મંગળવારે સવારે 11.33 સુધી બારસ બાદ ધન તેરસનો આરંભ થશે. ધન તેરસના પર્વે લક્ષ્મી પ્રાપ્તિ માટે ઓમ શ્રી હી કલી મહાલક્ષ્મીયૈ નમ: અથવા ઓમ શ્રી હીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રી હીં શ્રી મહાલક્ષ્મી પ્રસન્નોસ્તૂ મંત્રનો જાપ કરવો. યા દેવી સર્વભૂતેષૂ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્ચસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: નો જાપ કરવો તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોષીએ જણાવ્યું છે. શ્રી સૂક્તની સોળ ઋચાઓનું સ્તવન કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે.

ધન્વંતરી પૂજાનું મહત્ત્વ
ધન તેરસે ધન્વંતરિ ભગવાનનો પ્રાગટ્યદિન હોવાથી ધન્વંતરિ ભગવાનનું પણ પુજન, અર્ચન થતું હોય છે. ઔષધીઓને ધન્વંતરિ દેવના મંત્રથી આ દિવસે અભિમંત્રિત કરી તૈયાર કરાતી ઔષધી બિમાર વ્યક્તિને જલદી નિરોગી આરોગ્ય આપે છે.

અન્ય સમાચારો પણ છે...