રજિસ્ટ્રેશન:વલભીપુરમાં દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન કામગીરીમાં ધાંધીયા

વલભીપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરજદારોનો અડધા દિવસનો સમય તો રજી.ફી અને ટોકન નંબર લેવામાં જાય છે

વલભીપુરમાં દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન રજીસ્ટ્રેશન કામગીરી ઠપ્પ થઇ જતા અરજદારો પરેશાન થઇ રહયાં છે. વલભીપુર તાલુકા તેમજ સમગ્ર જિલ્લાના તાલુકા મથકોએ આવેલ દસ્તાવેજ નોંધણીની સબ રજીસ્ટ્રાર કચેરીએ નોંધણી કરાવવા જતાં પૂર્વૈ નોંધણી ફી ઓન લાઇન ભરવી ફરજીયાત છે. ઓન લાઇન દરરોજ ઠપ્પ થઇ જતી હોય જેને લઇ અરજદારનો સમય બગડે છે.

કોવીડ-19 લોકડાઉન બાદ અનલોક થયા પછી તાલુકા કક્ષાએ આવેલ દસ્તાવેજ નોંધણીની કચેરીઓ સરકારની ગાઈડ લાઇન મુજબ શરૂ થઇ અને નિયમ મુજબ દસ્તાવેજ નોંધણી કરવા ઈચ્છુક અરજદારોએ સરકારને ચુકવા પાત્ર થતી રજિસ્ટ્રેશન ફી સરકારની ઈ-ટ્રેઝરી સાઇટ પર જઇને જે તે અરજદારનાં બેંક એ.ટી.એમ.કાર્ડ મારફત ફી ભરવાની હોય અને આ ફી ભરાય ગયા પછી અરજદાર ને ટોકન નંબર મળે છે. પરંતુ ઈ-ટ્રેઝરી સાઇટ મોટા ભાગે ઠપ્પ થઇ ગયેલી રહેતી હોવાથી અરજદારોનો અડધો દિવસ જેટલો સમય તો રજી.ફી અને ટોકન નંબર લેવામાં જાય છે. આ કાર્ય પૂર્ણ થયા પછી જો ઈન્ટરનેટ કનેકટીવીટી કે વિજળી જતી રહે તો વધારોનો સમય બગડે તે જુદો. ઓન લાઇન નોંધણી ફીનું ઈ-ચલન પણ દસ્તાવેજનું પાનું ગણત્રીમાં લેતા ફોલીયો ફી વસુલમાં આવે છે. અને વળી પાછી રજીસ્ટ્રેશન ફી ની પહોંચ તો કચેરીમાંથી આપવામાં આવે જ છે. તો ઓન લાઇન રજીસ્ટ્રેશનનો મતલબ શું?

અન્ય સમાચારો પણ છે...