બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે બોટાદ લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે ભોગગ્રસ્ત ખેડૂતના તબેલામાં કામ કરતાં મજૂર સહિત 4 શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી સમગ્ર બનાવનો ભેદ ઉકેલ્યો છે.
સમગ્ર બનાવ અંગે બોટાદ લોકલ ક્રાઈમબ્રાન્ચની કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લા ના ગઢડા તાલુકાના રાજપીપળા-2 ગામે રહેતા અને ખેતી-પશુપાલન સાથે સંકળાયેલા પટેલ અરજણ પરશોત્તમ મોરડીયા ગત તા.28,4,2022 થી 30,4,2022 દરમ્યાન પરિવાર સાથે કોઈ પ્રસંગે સુરત ગયાં હતાં એ દરમ્યાન બંધ મકાનના તાળા તોડી કબાટ-તિજોરીમાં રાખેલ રોકડ રકમ સાથે સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.15,25,000 નો દલ્લો ઉઠાવી ફરાર બન્યાં હતા જેમાં પ્રસંગે થી પરત ફરેલ ખેડૂતે ઘરે આવી સમગ્ર પરિસ્થિતિ નિહાળી ગઢડા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે ખેડૂત અરજણ ભાઈએ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા બોટાદ એલસીબી સહિતની ટીમો તપાસમાં જોડાઈ હતી, દરમિયાન પોલીસે તપાસ દરમિયાન ચોરાયેલ દાગીના પૈકી કેટલાક દાગીના ખેડૂતના ઘરમાંથી જ શોધી કાઢ્યાં હતાં. આ બનાવમાં એલસીબીએ હાથ ધરેલી જીણવટભરી તપાસમા આ ખેડૂતોના તબેલામાં આજથી છ માસ પૂર્વે કામ કરતો મજૂર દેહુર મેરા શેફોતરા-મેર ભરવાડ શંકાના દાયરામાં આવ્યો હતો. જેને એલસીબીએ ઉઠાવી ઉલટ-સુલટ પુછપરછ-તપાસ હાથ ધરતા તેણે ખેડૂતના ઘરમાં પરિવારની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવી ચોરી કર્યાં ની કેફિયત આપતાં પોલીસે પુછપરછ-તપાસનો દૌર આગળ ધપાવ્યો હતો. જેમાં આ મજૂર પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 35,000 કબ્જે કર્યાં હતાં અને દાગીના અલગ અલગ મિત્રો ને આપ્યાં હોવાની કેફિયત આપતાં જામનગર જિલ્લાના દરેડ ગામે રહેતા તુલસી લવજી તાળાં-પટેલ વિપુલ રમેશ ખેર રે.મોરબી અને સોનાના દાગીના ખરીદનાર સોની નરેન્દ્ર અમૃતલાલ પાટડીયા રે.મોરબી વાળા સહિત ચાર શખ્સોની ધડપકડ કરી ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ કુલ રૂ,10,75,000 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.