કાર્યવાહી:હાઇકોર્ટે પિટિશન નામંજૂર કરતા કંસારામાં 4 મકાનો પર બુલડોઝર

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામમંત્ર મંદિરથી તિલકનગર સુધી કંસારો ખુલ્લો થયો
  • સુભાષનગરથી તિલકનગર પુલ વચ્ચે ચાર બાંધકામને ન પાડવા હાઇકોર્ટમાં દાદ માગેલી

કંસારા સજીવી કરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવાની કામગીરી છેલ્લા ચાર દિવસથી ચાલી રહી છે પરંતુ તેમાં સુભાષનગર બ્રિજ થી તિલકનગર પુલ વચ્ચે કંસારાના કાંઠે ચાર બાંધકામોનો દબાણ હતું જેઓએ હાઇકોર્ટમાં દાદ માગી હતી પરંતુ પિટિશન નામંજૂર થતા આજે કોર્પોરેશન દ્વારા ચારેય બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું હતું.

કોર્પોરેશનના ટાઉન ડેવલોપમેન્ટ અને ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા કંસારા પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવા માટે પોલીસ બંદોબસ્ત સાથે છેલ્લા ચાર દિવસથી કામગીરી આરંભી છે. રામ મંત્ર બ્રિજથી કંસારા પ્રોજેક્ટના છેવાડા તિલકનગર ડિસ્પોઝલ પુલ સુધી ગદાણ હટાવવાની કામગીરી કરી હતી. સુભાષનગર બ્રિજ થી તિલકનગર પુલ સુધીમાં ચાર મકાન માલિકો દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.

જેથી કોર્પોરેશન દ્વારા ચાર મકાનોને તોડી પાડ્યા નહોતા. ગઈકાલે તારીખ 6 ના રોજ હાઇકોર્ટમાં અરજદારોને સાંભળ્યા બાદ આજે તારીખ 7 ના રોજ હિયરીંગ પણ આપી દીધું હતું. જેથી મકાન માલિકોને સ્ટે નહીં મળતા આજે કોર્પોરેશન દ્વારા સાંજે કંસારા કાંઠે આવેલા ચારેય મકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું. જેથી શહેરમાં કંસારાના પ્રોજેક્ટ માટે આ જમીન ખુલ્લી થઈ ગઈ હતી. આ અવસરે લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

વેરો ભરપાઈ નહીં કરતા 86 મિલકતોની જપ્તી
મહાનગરપાલિકાના મિલકતવેરા માસ જપ્તીની ઝુંબેશ સતત યથાવત રહેતા આજે માસ જપ્તીની ટીમ દ્વારા વેરો ભરપાઇ નહીં કરનાર 86 મિલકતોની જપ્તી કરવામાં આવી હતી. પરંતુ તે પૈકી ૫૩ મિલકત ધારકોએ 19 લાખનો વેરો ભરપાઇ કરતા જપ્તીની કાર્યવાહીમાં રાહત થઇ હતી. આજે શુક્રવારના રોજ કુલ 25 લાખની કરવેરાની આવક થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...