તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:સિમેન્ટ, સ્ટીલમાં ભાવવધારા સામે બિલ્ડરો વિરોધ નોંધાવશે

ભાવનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આજે સાઇટ બંધ રાખી આવેદનપત્ર અપાશે
 • સિમેન્ટ, સ્ટીલ કંપનીઓએ રચેલી કાર્ટેલથી ભાવ વધ્યા, મકાનોના ભાવ 20 ટકા વધશે, ક્રેડાઇ

લોકડાઉન બાદ માલનો સપ્લાય નિયંત્રિત કરી અને ભાવમાં સતત વધારો કરવામાં આવતાં સ્ટીલ અને સિમેન્ટના ભાવ આસમાને પહોંચ્યા છે. સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓની મિલીભગતથી આ કૃત્રિમ ભાવવધારો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ક્રેડાઈએ કર્યો છે. ક્રેડાઇના સભ્યો દ્વારા આ બાબતે વિરોધ નોંધાવવા આવતી કાલ તા. 12 ફેબ્રુઆરીએ એક દિવસ માટે સાઇટ પર કામકાજ સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે તેમ ક્રેડાઈ ભાવનગરના પ્રમુખ ઇન્દુભા ગોહિલ સહિત હોદ્દેદારોઅે જણાવ્યું કે, સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓના ભાવ ‌વધારાને કારણે સિમેન્ટ બ્લોક,પેવરબ્લોક, સેનેટરી આઇટમ્સ વગેરેમાં પણ ભાવવધારો થયો છે.

તેને કારણે મકાનનો બાંધકામ ખર્ચ વધ્યો છે. તે ધ્યાને લેતાં મકાનો- દુકાનોના ભાવોમાં 15થી 20 ટકાનો વધારો થઈ શકે છે.ગુજરાતની સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા પણ દેશના અન્ય રાજ્યોમાં ઓછી કિંમતો સિમેન્ટનું વેચાણ કરે છે જ્યારે ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશન સહિતનો ખર્ચ ન હોવા છતાં વધારે ભાવ વસૂલવામાં આવે છે. તેમણે સિમેન્ટ ઉત્પાદક કંપની સામે કડક પગલાં લેવાની પણ માગ કરવામાં આવી છે. કંપનીઓ દ્વારા ઓછો માલ બજારમાં મૂકીને શોર્ટ સપ્લાય અને કૃત્રિમ ભાવવધારો નાખવામાં આવી રહ્યો છે, જેની સામે પગલાં લેવામાં આવવાં જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો