પાણી કાપ:બુધેલ કામમાં 14 કલાક મોડુ, 28 MLD પાણીની ઘટ, શેત્રુંજીમાંથી ડાયવર્ટ કરાયું

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાનગર સ્ટોરેજમાંથી તખ્તેશ્વર ફીલ્ટરમાં પાણી અપાયું
  • તરસમિયામાં 20 MLD પાણી સ્ટોરેજ રાખ્યુ હતુ તેનો પણ ઉપયોગ કર્યો, પાણી કાપ વધ્યો નહીં

બુધેલ પાસે મહી પરીએજ ની લાઈન શિફ્ટ કરવાની હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં બુધવાર અને ગુરુવારની પાણી વિતરણ વ્યવસ્થા બંધ હતી. બુધેલ પાસે શિફ્ટિંગનું કામ ગુરુવારે રાત્રે 11 કલાકે પૂર્ણ થવાનુ હતુ તે કામ 14 કલાક મોડુ પૂરું થયું જેથી વોટરવર્કસ વિભાગનું આયોજન ડહોળાઈ ગયું આજે પણ લોકોને પાણી મળે તેવી શક્યતા નહોતી. પરંતુ શેત્રુંજીની લાઈન શિફ્ટ કરી જ્યાં સુધી મહી પરીએજની લાઈનનું પાણી ન આવ્યું ત્યાં સુધીનું મેનેજમેન્ટ ગોઠવતા આકરા ઉનાળામાં વધુ એક દિવસના પાણીકાપ માંથી સવા બે લાખ લોકો બચી ગયા હતા.

જેથી તંત્રના પેટમાં પગ ગરી ગયા હતા
નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બુધેલ પાસે કોર્પોરેશનની 1000 મી.મી.વ્યાસની પાઇપલાઇનનો કેટલોક ભાગ શિફ્ટ કરી બંને બાજુ નવેસરથી જોડાણ આપવાનું કામ બુધવારથી શરૂ કરવામાં આવ્યું હતું. જે કામ ગુરુવારે રાત્રે 11 કલાકે પૂર્ણ કરવાનું હતું તે પ્રમાણે કોર્પોરેશન દ્વારા બે દિવસનો પાણીકાપ લાદયો હતો. પરંતુ ગુરુવારે રાત્રે લાઈન શિફ્ટિંગ અને જોડાણોનું કામ પૂર્ણ થયું જેથી તંત્રના પેટમાં પગ ગરી ગયા હતા. 
મહિ પરિએજમાંથી પ્રતિ કલાકે 2 MLD પાણી મળે છે. 
જેથી બુધેલ પાસે લાઈનનું કામ આજે શુક્રવારે બપોરે 1કલાકે પુરૂ થતાં 28 MLD પાણીની ઘટ પડી હતી.
જેથી તાબડતોબ તખ્તેશ્વર ફિલ્ટરમાંથી શેત્રુંજીની લાઇનમાંથી 17 MLD પાણી ડાઈવર્ટ તરસમીયા કર્યું અને તરસમીયા ફિલ્ટરમાં 20 MLD સ્ટોરેજ રાખેલા પાણી સહિતનો જથ્થો ભરતનગર, હિલડ્રાઇવ,શહેર ફરતી સડક, દેવરાજનગર સહિતનાં વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. 
જ્યારે તખ્તેશ્વર ફિલ્ટરના વિસ્તારમાં ઘટ પડેલું પાણી વિદ્યાનગર સ્ટોરેજ સંપમાથી ઉપયોગ કરતા આજે ત્રીજા દિવસના પાણી કાપમાંથી લોકો વોટર વર્કસ વિભાગના આયોજનથી બચી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...