તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ 2020-21:બજેટમાં સોના ચાંદી પરની ડ્યુટીમાં 5%નો ઘટાડો, ખરીદીમાં રૂા.2000 નો ફાયદો થશે

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ભાવનગર સોના અને ચાંદીનાં કારીગરોએ નિર્ણયને આવકાર્યો, GST ઘટાડા માટે પણ સરકારે વિચારવું જોઈએ

તાજેતરમાં નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં સોના ચાંદી ઉપરની ડયુટી નાં ઘટાડાને ભાવનગર જિલ્લા સુવર્ણકાર જવેલર્સ એસોસિયેશન દ્વારા આવકારવામાં આવ્યું છે. બજેટમાં સોના ચાંદી પરની ડયુટી સાડા ૧૨ ટકા હતી જે ઘટાડીને સાડા 7 ટકા કરવામાં આવી છે. સોના ચાંદીના વેપારીઓએ આ જાહેરાતને આવકારી છે. કારણકે આ ડયુટી ઘટવાથી સોના ચાંદીના ભાવમાં 2000 રૂપિયા આજુબાજુનો ફરક પડશે.

કોરોના ની મહામારી અને સોના ચાંદીના આસમાને પહોંચેલા ભાવ નાં લીધે વેપારમાં ઘણી મંદી હતી. એપ્રિલની શરૂઆતમાં લગ્ન પ્રસંગો ની સીઝન શરૂ થશે ત્યારે વેપારમાં તેજી દેખાશે એવી વેપારીઓને આશા છે અને હજી પણ ભાવ ઘટવાની શકયતા ને નકારી શકાય નહી. અગાઉ લાગતો 1 ટકા વેરો જી.એસ.ટી આવ્યા પછી 3 ટકા કરી દેવામાં આવ્યો છે.

સોનું ખૂબ કિંમતી વસ્તુ હોવાથી જી.એસ.ટી ને લીધે ગ્રાહકને દાગીના વેચે ત્યારે નુકસાન જાય છે. માટે સરકાર જો જી.એસ.ટી ઘટાડે તો ગ્રાહકોને લાભ થાય તેવું ડયુટી ઘટાડવાનો સરકારનો નિર્ણય આવકારતા ભાવનગર જિલ્લા સુવર્ણકાર જવેલર્સ એસોસિયેશનનાં ઉપપ્રમુખ માનસિંહભાઈ ચૌહાણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો