મુશ્કેલી:BSNLની સેવાઓ પ્રત્યે સેવાઇ રહેલુ દુર્લક્ષ : અધિકારીઓ મૌન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખાનગી ઓપરેટરોની કારમી સ્પર્ધા વચ્ચે પણ સુસ્તતા
  • ગ્રાહકોને નડતી પારાવાર મુશ્કેલીઓનો કોઇ અંત નથી

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ને દેશમાં ખાનગી ઓપરેટરો દ્વારા તિવ્ર સ્પર્ધા મળી રહી છે તેવા તબક્કામાં પોતાની સેવાઓમાં સુધારો લાવવાને બદલે દિવસે દિવસે સેવાઓ જર્જરીત થતી જાય છે, જેનો ભોગ ગ્રાહકોએ નાણા ખર્ચ કર્યા પછી પણ બનવું પડે છે. બીએસએનએલની લેન્ડલાઇન, બ્રોડબેન્ડ ઇન્ટરનેટ, મોબાઇલ સેવાઓમાં ગ્રામ્યકક્ષાએ સતત વિક્ષેપ આવી રહ્યા છે, શહેરમાં લેન્ડલાઇનની ફરિયાદ નોંધણી, ફોલ્ટ સુધારણાની પ્રક્રિયાની જ મોટી ફરિયાદો છે.

તમામ અધિકારીઓ આવી સમસ્યાઓથી સારી પેઠે વાકેફ હોવા છતા ગ્રાહકોના ખર્ચાઇ રહેલા નાણાનું તેઓને પુરેપુરૂ વળતર મળી રહે તે દિશમાં કાર્યરત નથી. સંબંધિત સરકારી વિભાગોમાંથી પણ મરામત માટેના સાધનોનો પર્યાપ્ત પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો નથી. બીએસએનએલની જર્જરીત હાલત સુધારવા માટેના પ્રમાણિક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા નથી, તે સ્પષ્ટ બાબત છે. કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિની યોજના બાદ સમારકામ, મેનેજમેન્ટ, અને અન્ય બાબતો પર નવી ભરતીઓ કરવામાં આવી રહી નથી, અને તંત્ર ક્યાં અને કેવી રીતે ચાલે છે તેની અધિકારીઓને પણ ખબર હોતી નથી.

બીજી તરફ ખાનગી સર્વિસ ઓપરેટરો 5જી સેવાઓ માટેની તૈયારીઓ કરી રહ્યા છે, બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ ખાનગી ઓપરેટરો સારી રીતે પુરી પાડી રહ્યા છે, અને ગ્રાહકોમાં લોકપ્રિય બની રહે છે, અવિરત પ્રવાહ હોય છે, તો બીએસએનએલ શા માટે આવી સેવાઓ આપવામાં ઉણુ ઉતરી રહ્યું છે તેવા પ્રશ્નો પણ ઉપસ્થિતિ થાય છે.

અન્ય સમાચારો પણ છે...