તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:B.Sc. અને B.Com. સેમ-6ના પરિણામમાં 10 ટકા ગ્રેસીંગ અપાશે

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ નવ વિષયોમાં ગ્રેસીંગનો લાભ અપાશે
  • પરિણામમાં અન્યાય બાબતે વિદ્યાર્થી સંગઠનોની રજૂઆત બાદ MKB યુનિ. દ્વારા નિર્ણય કરાયો

એમકેબી યુનિવર્સિટી દ્વારા અગાઉ બી.કોમ અને બી.એસસી સેમ.6ના પરિણામો જાહેર થયેલા જેમાં વિદ્યાર્થીઓને અન્યાય થવાની રજૂઆત વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા કુલપતિને મળી હતી. હાલની કોરોનાની સ્થિતિને લઇને બીએસસી સેમેસ્ટર-6ના જેનેટિક અેન્જિનિયરીંગ એન્ડ બાયો ટેકનોલોજી , વયરોલોજી એન્ડ માઇક્રોલોજી, મેડિકલ માઇક્રોબાયોલોજી, ફરમેન્ટેશન ટેકનોલોજી અને અંગ્રેજી તથા બી.કોમ. સેમેસ્ટર-6ના અંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કોર્પોરેટ એકાઉન્ટ-6 અને બિઝનેસ કમ્યૂનિકેશન વિષયમાં 10 ટકા ગ્રેસીંગ આપવાનો નિર્ણય કરાયો છે તેમ કુલસચિવે જણાવ્યું છે.

બી.એસસી તેમજ બી.કોમ સેમ.6ના વિદ્યાર્થીઓને પેપર રિ-ચેક સરખા ન થવાની રજુઆતમાં થયેલી તથા રિ-એસેસમેન્ટમાં પણ ફક્ત 2 વિષયોમાં જ રિ-એસેસમેન્ટ થવાથી પણ વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહ્યો હોય તેવી રજૂઆત મળતા યોગ્ય નિર્ણય કરવા ઈ.સી સભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા કુલપતિને ભલામણ કરવામાં આવી હતી. સેનેટ સભ્ય મહેબૂબ બલોચ, સંદીપસિંહ ગોહિલ વિગેરેએ બી.કોમ. સેમ.-6 તથા બીએસસી સેમ-6માં પરિણામને લઇને વ્યાપક અસંતોષ ઉભો થયેલો તે અંગે રજૂઆત કરી હતી. B.COM સેમેસ્ટર- 6 અને B.SC - સેમેસ્ટર 6નાં અમુક વિષયોમાં મુલ્યાંકનની દ્રષ્ટિએ સરેરાશ ઓછા ગુણ કે અનુત્તીર્ણ કરવાની ફરિયાદ મળતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર શાખા દ્વારા યુનિવર્સિટીમાં રજૂઆત કરવામાં આવી હતી.

આમ બી.કોમ અને બી.એસસીના અત્યંત મહત્વના એવા છઠ્ઠા સેમેસ્ટરના જાહેર થયેલા પરિણામમાં વિદ્યાર્થીઓને મોટા પાયે અન્યાય થયો હોવાની વ્યાપક ફરિયાદ વિદ્યાર્થી સંગઠનો અને આગેવાનોને મળ્યા બાદ કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી અને આખરે વિદ્યાર્થીઓના હિતમાં આ બંને વિદ્યાશાખાના નવ વિષયના પરીણામમાં 10ટકા ગ્રેસિંગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...