તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોક્ષમાળા:અયોધ્યાપુરમમાં 45 દિવસ સાધુ જેવું જીવન જીવનાર ભાઇઓ અને બહેનો 18મી ફેબ્રુ.એ મોક્ષમાળા પહેરશે

ભાવનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક

જૈનોના પવિત્ર આર્ય તીર્થ અયોધ્યાપુરમના પવિત્ર પરિસરમાં આચાર્ય પ.પૂ.જિનચંદ્રસાગરસૂરિ, પૂ.આચાર્ય હેમચંદ્રસાગરસૂરિ મ.સા આદિ વિશાળ શ્રમણ, શ્રમણી વૃંદની નિશ્રામાં માતુશ્રી સીતાબેન કાંતિભાઇ ભીખાભાઇ શાહ પરિવાર (અનાવલવાળા) આયોજીત ઉપધાન તપનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા છે. જેનો પરિસમાપન સમારોહ અને મોક્ષમાળા સમારોહ ભકિતમય મહોત્સવ દ્વારા ઉજવવામાં આવશે.

ભાવનગર નજીક આવેલા અયોધ્યાપુરમ તીર્થ ઉભુ કરાયેલ આગમોદ્રારક નગરી ખાતે અયોધ્યાપુરમ સુમેરૂ નવકાર તીર્થ પ્રેરક જિનશાસનરત્ન બંધુ બેલડીની નિશ્રામાં મોળા રોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. ઉપધાન તપમાં મોટી શ્રાવક જોડાયા છે. જેમાથી 28 (અઠ્ઠાવીસુ), 35 (પાત્રીસુ), 45 દિવસ પૂર્ણ ઉપધાન તપ કરવામાં આવ્યુ છે. 260 શ્રાવક, શ્રાવિકાઓ મોક્ષમાળા પહેરશે.

ઉપધાન તપ એટલે 28,35,45 દિવસ સુધી જૈન ઉપાશ્રયમાં રહી સાધુ જીવન જીવન ગાળવામાં આવે આ દિવસોમાં વહેલી સવારે 4 કલાકથી ધાર્મિક ક્રિયાઓ શરૂ થાય છે. અને વિવિધ ક્રિયાઓ આખો દિવસ ચાલે છે. આટલા દિવસોમાં નહાવાનુ પણ હોતુ નથી. આ પ્રસંગે તા.16ના સવારે 9 કલાકે પ્રવચન તથા માળાની ઉછામણી, બપોરે 12 કલાકે સ્વામિવાત્સલ્ય, બપોરે 3 કલાકે પ્રવચન તથા માળાની ઉછામણી, રાત્રે 8-30 કલાકે ભાવના, તા.17-2 બુધવારના રોજ સવારે 9 કલાકે ભવ્ય વિરાટ અદભુત રથયાત્રા, બપોરે 12 કલાકે સ્વામિવાત્સલ્ય, બપોરે 12-39 કલાકે શાંતિસ્નાત્ર મહાપૂજન, રાત્રે 8-30 કલાકે ભાવના, તા.18-2 સવારે 9 કલાકે ભવ્ય માળારોપણ વિધાન કાર્યક્રમનુ આયોજન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો