તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાત વિકાસની:બ્રોડગેજના પગલે મળશે લાંબા અંતરની ટ્રેનો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ-અમદાવાદ રેલવેની બ્રોડગેજ કન્વર્ઝન હવે પૂર્ણતાના આરે છે
  • અમદાવાદમાં ટ્રેન પાર્કિંગની સમસ્યા નિવારવા પણ નિર્ણય લેવાઇ શકે

ભાવનગર રેલવે ડિવિઝનના બોટાદ અને અમદાવાદ વચ્ચેની મીટરગેજ લાઇનમાંથી બ્રોડગેજ લાઇન બદલાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે અને દિવાળી સુધીમાં ટ્રેન શરૂ થાય તેવી સંભાવના છે. આ ગેજ કન્વર્ઝન થવાથી ભાવનગર અમદાવાદ વચ્ચેનું રેલમાર્ગનુ અંતર 35 કિ.મી. ઘટી જશે અને અમદાવાદથી ચાલતી લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવી અને સવલતો વધારી શકાશે. અમદાવાદથી દેશના મોટાભાગના રાજ્યોને જોડતી ટ્રેનો ચાલે છે, તેથી આવી ટ્રેનો જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેને પાર્કિંગ કરવાની પણ સમસ્યાઓ નડે છે.

તેથી આવી ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવાથી અમદાવાદની સમસ્યાનું નિરાકરણ પણ આવી શકે અને ભાવનગરના નાગરિકોને લાંબા અંતરની ટ્રેનોનો સીધો લાભ પણ મળી શકશે. ભાવનગર ટર્મિનસ હોવાથી અહીંયા રેક પાર્કિંગની સવલતો મોજુદ છે.બોટાદથી અમદાવાદ વચ્ચેના 170 કિ.મી.ના ગેજ કન્વર્ઝનનું કામ 976 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. જેમાં 24 સ્ટેશનો, 13 મોટા પૂલ, 226 નાના પૂલ તૈયાર થઇ ચૂક્યા છે, અને કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા બોટાદ-અમદાવાદ ગેજ કન્વર્ઝનનું ઇન્સપેકશન કરવા માટે જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરી છે.

જુલાઇના અંતમાં કે ઓગસ્ટની શરૂઆતમાં સીઆરએસ રૂટનું ઇન્સપેકશન કરાયા બાદ સબ સલામત અંગેનું સર્ટિફિકેશન કરાયા બાદ દિવાળી અગાઉ અમદાવાદ-બોટાદ વચ્ચેની ટ્રેન શરૂ થઇ શકે છે.ગેજ કન્વર્ઝનનો સૌથી વધુ લાભ ભાવનગરને મળી શકે તેમ છે. અમદાવાદની ટ્રેનો લંબાવી શકાય ઉપરાંત રાજકોટની લાંબા અંતરની ટ્રેનો માટે બોટાદથી ભાવનગરના કોચ જોડી અને જિલ્લાના નાગરિકોની સુવિધા વધારી શકાય.

મંત્રાલયમાં રજૂઆતો કરવામાં આવશે
બોટાદ-અમદાવાદ બ્રોડગેજ લાઇન કન્વર્ઝનની કામગીરી પૂર્ણતાના આરે જ છે, અને તેનો સૌથી મોટો લાભ ભાવનગરને મળવાનો છે. 35 કિ.મી.નું અંતર પણ ઘટી જશે. અમદાવાદથી ચાલતી લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવા માટે સંબંધિત મંત્રાલય સમક્ષ રજૂઆતો કરવામાં આવશે. > ડૉ.ભારતીબેન શિયાળ, સાંસદ, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...