તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:તારા ભાઇના ઘરેથી પૈસા લઇને આવ, પતિએ પત્નીને આપી ધમકી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસુ-સસરા,જેઠ-જેઠાણી અને નણંદો સામે પણ ફરીયાદ
  • પત્નીએ પતિ વિરૂધ્ધ પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની નોંધાવી પોલીસ મથકમાં ફરિયાદ

ભાવનગર ખાતે પિયર ધરાવતા અને લિંબડી ખાતે સાસરૂ ધરાવતા પરિણીતાને તેમના પતિએ તારા ભાઇ પાસેથી પૈસા લઇ આવ અને ફોર વ્હિલ લઇ આવ કહી દહેજની માંગણી કરી માર-કૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. શહેરના ઘોઘા સર્કલ નજીક રહેતા ઘનશ્યામસિંહ ખોડલા ચુડાસમાના દિકરી નંદીનીબા ના લગ્ન તા.20/1/2017 ના રોજ ગામ સૈકા,તા.લીંબડી ગામે રહેતા જયદીપસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા સાથે થયા હતા. અને લગ્ન જીવન દરમ્યાન તેમને બે વર્ષની દિકરી પણ છે.

લગ્નના બીજા જ દિવસથી પતિએ તેણીને નાની-મોટી વાતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન કરવા લાગેલ અને ગાળો આપી મારકૂટ કરતા અને પૈસાની માંગણી કરી કહેતા કે તારા ભાઇના ઘરેથી ફોર વ્હિલ લઇ આવ તેમ કહી સસરા ગજેન્દ્રસિંહ જોરૂભા તથા સાસુ ચંદ્રબા તેમજ નણંદ દિપ્તીબા ઉર્ફે સોનુબા તથા જેઠ વિજયસિંહ તથા જેઠાણી ચેતનાબા પતિને અવાર નવાર ચડામણી કરતા અને પતિએ કંપનીમા ફોર વ્હિલ ભાડામા મુકી હોય જેથી તેઓ છેલ્લા છ માસથી રાજકોટ રહેવા ગયેલ. ત્યાં પણ પતિ દ્વારા શારીરીક માનસીક ત્રાસ આપવાનુ શરૂ રહેલ.જેથી તેણી 8-10 વખત તેમના પિયર ભાવનગર ખાતે આવી ગયેલ. અને તેમના ભાઇ સહિતનાઓ તેમને સમજાવી ફરી સાસરે મોકલી આપતા હતા. ગત તા.17/9 ના રાત્રિના તેણીના પતિએ ફરી ઝઘડો કરી, ગાળો આપી,મારમારી,મારી નાખવાની ધમકી આપેલ જેથી તેણીએ તેમના રાજકોટ ખાતે રહેતા વૈશાલીબેન વીરેન્દ્રસિંહ જાડેજાને ફોન કરતા તેઓ તેણીને તેડી ગયેલ. અને પછી ભાવનગર તેમના ભાઇ દશરથસિંહ ને ફોન કરતા તેઓ તેણીને ભાવનગર લઇ આવેલ છે. બાદમા આ અંગે નંદીનીબાએ તેમના પતિ,સાસુ-સસરા,જેઠ-જેઠાણી અને નણંદો વિરૂધ્ધ ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો