કાર્યવાહી:વલભીપુર બ્રહ્મસમાજ દ્વારા લોકેશન મેળવી રાજકોટથી બન્નેને ઝડપ્યા

વલભીપુરએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લવ જેહાદમાં હિન્દુ યુવતીનો તેના કુટુંબ સાથે મેળાપ

વલભીપુરની બ્રાહ્મણ ની યુવતીને વલભીપુરના વિર્ધમી યુવક દ્વારા સુરત ખાતેથી લવજેહાદને અંતીમ સ્વરૂપ આપતા લગ્ન ની લાલચ આપીને ભગાડી ગયેલ હતો. વિર્ધમી યુવક દ્વારા આ યુવતીને ભગાડી ગયા બાદ તેનો કોઇ અતો પત્તો ન મળતા યુવતીના પિતાએ સુરત પોલીસમાં ફરીયાદ લખાવ્યાબાદ યુવતીના પિતાએ વલભીપુર બ્રહમસમાજનો સંર્પકકરેલ ત્યારબાદ વલભીપુર બ્રહ્મ સમાજના યુવકો એ વલભીપુર મુસ્લીમ સમાજના અગ્રણીઓ નો સંપર્ક કરીને યુવતીને ભગાડી જનાર જાફરશા દિલાવરશા ખોખર હાલ કયાં સ્થળે છે તે અંગે મુસ્લીમ સમાજના આંતરીક સ્તોત્ર દ્વારા માહિતી મેળવવામાં આવી હતી.

જે માહિતી મુજબ યુવક અને યુવતી રાજકોટના થડેશ્વર વિસ્તારમાં હોવાનું જાણવા મળતા વલભીપુર બ્રહમ સમાજના યુવાનો રાજકોટ ખાતે પહોંચી જઇને આ બન્ને નો કબજો લઇ ને વહેલી સવારે વલભીપુર પોલીસ સ્ટેશન માં બન્નેને સોંપી આપેલ જયાંથી યુવતી ને તેના પરીવારને કબજો સોંપી આપેલ છે. જયારે વિર્ધમી યુવકને પોલીસ કસ્ટડીમાં લઇને આગળ કાર્યવાહી હાથધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...