તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:બોટાદ સ્ટેશને ટ્રેનમાંથી ગેસ લીકેજ થતા નાસ-ભાગ મચી

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પિપાવાવથી પાલનપુર તરફ જઇ રહેલી LPG ગુડ્સ ટ્રેનમાં
 • 4 કલાક સુધી સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેન વ્યવહાર બંધ

બોટાદ રેલ્વે સ્ટેશન ખાતે શુક્રવારે સવારના 10.30 કલાકે પીપાવાવથી પાલનપુર તરફ જતી એલ.પી.જી. ભરેલ ગુડ્ઝ ટ્રેનની એક કેપ્સુલમાંથી ગેસ લીક થતો હોવાની ઘટના બનતા બોટાદ ફાયર, મામલતદાર અને રેલવેના આધિકારીઓ મળી આ લીકેજ કેપ્સુલનું સમારકામ કરવામાં આવ્યું હતું.

ડ્રાઈવરની સમય સુચકતાથી આ લીકેજની જાણ થઇ હતી ચાર કલાકની જહેમત બાદ આ લીકેજને રીપેરીંગ કરવામાં આવ્યું હતું. ત્યાબાદ રેલવેસ્ટેશન અને સુરેન્દ્રનગર- ભાવનગર ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.

એલ.પી.જી ગેસ ભરીને ગુડ્ઝ ટ્રેન બોટાદ રેલ્વે સ્ટેશનને પ્લેટ ફોર્મ ઉપર આવી ઉભી હતી આ દરમ્યાન ટ્રેનનાં ડ્રાઈવર નીચે ઉતરી ટ્રેનની પાછળ જઈ રહ્યા હતા તે દરમિયાન 6 નંબરના કેપ્સુલમાંથી એલ.પી.જી. ગેસ લીક થતો હોવાની જાણ થતા આ અંગે તેમણે રેલ્વે તંત્રને જાણ કરતા રેલ્વેનાં અધિકારીઓએ બોટાદ ન.પા. ફાયરની 3 ગાડીઓને ઘટના સ્થળે બોલાવી તેમજ ગઢડા તેમજ બરવાળા ન.પા.ની ફાયરની ગાડીઓ સ્ટેન્ડબાય રખાવી હતી.

દરમિયાન બોટાદ રેલ્વે સ્ટેશન ઉપરથી તમામ લોકોને ખસેડી દેવામાં આવ્યા હતા અને સુરેન્દ્રનગર ભાવનગર નો તમામ રેલ્વે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. રેલ્વે ગુડઝ ટ્રેન ગાર્ડ અનીલકુમાર અને એસ. કોમલ સ્ટેશન માસ્ટર ઓફ ડ્યુટી હોવા છતાં ઘટનાને પ્રાથમિકતા આપી ઘટના સ્થળે પહોચી એલ.પી.જી. લીકેજ 6 નંબરની કેપ્સુલ ઉપર ચડી લીકેજ થતા ગેસને રબ્બરની પટ્ટી લગાવી ગેસ લીકેજ અટકાવ્યું હતું. ચાર કલાક બાદ આ ટ્રેનને ફરી આગળ તરફ જવાની મંજુરી મળતા ટ્રેન પાલનપુર તરફ રવાના કરવામાં આવી હતી. આ એક કેપ્સુલમાં 40 લીટર એલ.પી.જી. ભરેલો હતો આ ટ્રેનમાં આવી 43 કેપ્સુલ હતી અને આ તમામે તમામ કેપ્સુલમાં ગેસ ભરેલો હતો માટે આ ગેસ લીકેજની ઘટનામાં ડ્રાઈવરની સમય સુચકતાથી મોટી જાનહાની બનતા અટકી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો