તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:બોટાદ પોલીસ તથા 77 સંસ્થાને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉનમાં બોટાદ પોલીસ તથા 77 સંસ્થાઓએ 18 લાખથી વધુ જરૂરીયાતમંદોને ભોજન પુરૂ પાડ્યુ

ભારતમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયુ હતુ તે દરમિયાન રોજનુ કમાઇને રોજનુ ખાવા વાળા લોકોની પરિસ્થીતી ખરાબ બની હતી તે દરમિયાન બોટાદ જિલ્લા પોલીસ તથા જુદી જુદી 77 સામાજીક સંસ્થાઓના સહાયારા પ્રયાસથી લોકડાઉન દરમિયાન 18 લાખથી વધુ જરૂરીયાત મંદોને ભોજન પુરૂ પાડવામાં આવેલ તેમજ પશુઓને ઘાસચારો અને માસ્ક, સેનેટાઇઝર વિગેરે વસ્તુઓ પુરી પાડવામાં આવેલ. જેને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળતા તા.27 ડિસેમ્બરના રોજ તુરખા રોડ ખાતે આવેલી જેનિયસ સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ડો. મનીષ બિસ્નોય ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જ્યુરી મેમ્બર, હર્ષદ મહેતા જિલ્લા પોલીસ અધિક્ષક બોટાદ સહિતના લોકો હાજર રહ્યા હતા. લોકડાઉનમાં બોટાદમાં જિલ્લા પોલીસ અને સામાજિક સંસ્થાઓના સહિયારા પ્રયાસથી સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો તેને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા આ સંસ્થાઓના પ્રતિનિધિઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો