આદેશ:બોરતળાવ પોલીસના ઈન્ચાર્જ પીઆઈ ઝાલાને સસ્પેન્ડ કરાયા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ કાર્યવાહી
  • ડી ડિવિઝનના કુલ 9 પોલીસ કર્મચારીની બદલીના SPની કચેરીએથી આદેશ થયાં

કુંભારવાડા બાનુબેનની વાડીમાંથી બુધવારે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં વિદેશી દારૂના જથ્થા સાથે 3 શખ્સોને કુલ રૂ. 2.54 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ 8 સામે ગુન્હો નોંધ્યા બાદ સ્થાનિક પોલીસ સામે કાર્યવાહીનો કોરોડો વિંઝાયો છે. જેમાં ડી ડિવિઝનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, સાથે જ ડી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા 9 પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે.કુંભારવાડા બાનુબેનની વાડીમાં બુધવારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડી વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

બનાવ બાદ સ્થાનિક પોલીસની બેદરકારી સામે કાર્યવાહી કરતા ડી ડિવિઝનના ઈન્ચાર્જ પીઆઈ એસ.વાય.ઝાલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમજ બોરતળાવ પોલીસ મથકમાં ફરજ બજાવતા જવાબદાર 1 મહિલા સહિત કુલ 9 પોલીસ કર્મચારીઓની બદલી જિલ્લાના અન્ય તાલુકા મથકોમાં કરી દેવાના ઓર્ડર રેન્જ આઈજી દ્વારા કરાયા છે. જ્યારે બીજી તરફ બોરતળાવ પોલીસ મથકના નવા પીઆઈ તરીકે હાલમાં જ નિમણૂંક પામેલા પીઆઈ જાદવને મુકવામાં આવ્યા છે. મોડી સાંજે જિલ્લા પોલીસવડાની કચેરીએથી છુટેલા આ ઓર્ડર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...