ભાવનગર, પાટણ, મોરબી અને જામનગર જિલ્લામાં પ્રોહિબિશનના કેસમાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતાં બુટલેગરને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ પેરોલફર્લો સ્કવોડે સંયુક્ત કામગીરી કરી પાલનપુરથી ઝડપી લીધો હતો.
આ સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર મૂળ રાજસ્થાનના વતની અને હાલ અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતા કૈલાસદાન પીરદાન રાવ ઉ.વ.41 વિરુદ્ધ રાજ્યના પાટણ, મોરબી, જામનગર અને ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનાઓ નોંધાયા હતા. આ કેસ દાખલ થયે આરોપી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવાને બદલે સતત પોતાના ઠેકાણાં બદલી નાસતો ફરતો હોય જે અંગે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી બુટલેગર હાલમાં પાલનપુરમાં રહે છે આથી ભાવનગર એલસીબી તથા પેરોલફર્લો સ્કવોડે સંયુક્ત કામગીરી હાથ ધરી આરોપીને પાલનપુરમાંથી ઝડપી લીધો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.