વિશેષ:લગ્ન માટે મેરેજ હોલ-પાર્ટી પ્લોટ-કેટરર્સના બુકીંગ ફુલ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિક્રમ સંવત 2079માં લગ્ન માટે 25 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લગ્નના મુર્હુતો

દેવ દિવાળી બાદ લગ્નોત્સવ માટે ભાવનગર શહેરમાં મેરેજ હોલ, જ્ઞાતિઓની વાડી અને પાર્ટી પ્લોટ અત્યારથી જ લગ્ન માટે બૂક થઈ ગયા હતા તે આ વર્ષે 14 ડીસેમ્બર સુધીના મુર્હતો હોય શહેરના પાર્ટી પ્લોટ, હોલ, મેરેજ હોલ અને વાડીઓ હાઉસકુલ છે. ભાવનગર ખાતે દેવદિવાળી બાદ લગ્ન સીઝન ફુલબહારમાં ખીલી ઉઠી છે. ત્યારે લગ્નની તારીખ પહેલા લોકો વાડી, પાર્ટી પ્લોટ અને હોટલો જે તારીખોમાં મળે તારીખોમાં લગ્નની તારીખો મેળવી રહ્યા છે. અત્યારથી જ મોટાભાગના લગ્ન સ્થળો પેક થઇ ગયા છે.

આ વર્ષે નૂતન વર્ષના પ્રારંભે હિન્દુ સમાજમાં તુલસી વિવાહ સંપન્ન થયા પછી લગ્નોત્સવનો આરંભ થયો છે. કારતક વદ 8 ગુરૂવાર તા.17-11 સુધી શુક્રનો અસ્ત હોવાથી લગ્નના શુભ મુર્હુતો નથી. તા.25-11 થી 14-12 સુધી લગ્ન સિઝન છે. ત્યારે આ વર્ષે લગ્નો વધારે હોય પાર્ટી પ્લોટ, હોલ, મેરેજ હોલ અને વાડીઓ માટે લોકો દોડાદોડી કરી રહ્યા છે. વાડી, પાર્ટી પ્લોટ અને હોટલો સાથે કેટરર્સના બુકીંગ હાઉસકુલ છે. વિક્રમ સંવત 2079ના વર્ષમાં હવે શિયાળુ લગ્નોસિઝન પૂરબહારમાં ખિલવા શરૂ થઇ રહી છે.

વાડી, હોલ બેન્ડવાજા, ગોર-મહારાજ, કેટરર્સ, ટ્રાવેલ્સ સહિત સૌ કોઇ પાસે એકઅએક દિવસના ત્રણ-ત્રણ ઓર્ડર આવી ગયા છે. 25મી નવેમ્બરને ગુરૂવારથી 29મી નવેમ્બરને બુધવાર સુધીના લગ્નના પાંચ દિવસમાં લગ્નના શુભ મુહૂર્ત હોય ભાવનગર શહેર-જિલ્લામાં લગ્નના ઢોલ અને શરણાઇઓ ગુંજતા રહેશે. 25મી નવેમ્બરથી શરૂ થનારી લગ્નસિઝનમાં ભોજન સમારંભોમાં શિયાળુ વાનગીઓનું મેનુ રહેશે. રિસેપ્શન, દાંડિયા, ગ્રુપ ડાન્સ, ગીત-સંગીત જેવા કાર્યક્રમો પણ લગ્નસિઝનમાં રખાયા છે.શિયાળુ લગ્નસિઝનમાં હવે અંતિમ તબક્કાની દોડાદોડી જેના પરિવારમાં લગ્ન હોય તેઓ કરી રહ્યાં છે.

લગ્નમાં રૂ.250થી રૂ.800 સુધીની ડિશ
શિયાળુ લગ્નોત્સવમાં હવે તો લોકો લગ્ન પહેલાં જ લગ્નના દિવસે કે રિસેપ્શનમાં જે આઇટમો રાખવાની હોય છે તે આઇટમોનું ટેસ્ટિંગ કરવાનો ક્રેઝ છે. ભાવનગરમાં શિયાળુ લગ્નોત્સવના ભોજન સમારોહમાં ગુજરાતી, ચાઇનીઝ, રાજસ્થાની,સાઉથ ઇન્ડિયન તેમજ પંજાબી જેવી 20થી 25થી વધુ વાનગી એક જમણવારમાં હોય છે. વળી, આ સિઝનમાં રોટલો અને ઓળો પણ ફેવરિટ બની રહેશે. આ ડીશની કિંમત રૂ.250 થી 800 રૂપિયા સુધીની હોય છે.

અન્ય સમાચારો પણ છે...