તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભાવનગરમાં મિની લોકડાઉનમાં વેપાર કરતાં 10 વેપારીઓની દુકોનોને બીએમસીએ સીલ માર્યા

ભાવનગર15 દિવસ પહેલા
 • જમાદાર શેરી, ગોળબજાર સહિતની બજારોમાં તંત્ર સુરક્ષા-વ્યવસ્થા સાથે ત્રાટક્યુ

શહેરમાં કોરોનાની મહામારીને પગલે ચાલી રહેલ મિની લોકડાઉનમાં પણ ધંધો કરવાનું શુરાતન ચડ્યું હતુ. જેમાં દસ વેપારીઓને મહાનગરપાલિકાની માસ્ક ડ્રાઈવની ટીમે દુકાનો સીલ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

વેપારીઓએ ધંધા ખોલી જાહેરનામાનો ભંગ કર્યો
ભાવનગર શહેરના વેપારીઓ હાલની ગંભીર અને અકલ્પનિય મહામારીને નઝર અંદાજ કરી મિની લોકડાઉનમાં પણ ધંધા ખોલી જાહેરનામાનો ભંગ કરવા સાથોસાથ તંત્રના નેક કામમાં રોડા નાખી રહ્યાં છે. આવા વેપારીઓને મન તો "પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ" વાત બરાબર બંધ બેસે છે. છેલ્લા પાંચેક દિવસથી સરકાર-તંત્રના વ્યાપક અનુરોધ છતાં નીંભર વંઠેલ વેપારીઓ છાનેખૂણે હાટડા ખોલી વેપલો માંડે છે. અને તંત્ર દોડી જઈ કાયદાની રૂએ કાર્યવાહી હાથ ધરે છે.

દુકાનો સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આજે પણ બેફિકર 10 વેપારીઓએ દુકાનો ખોલતાં મહાનગરપાલિકાની માસ્ક ડ્રાઈવની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આવા વંઠેલ વેપારીઓના વ્યવસાયી એકમોના શટરો પાડી સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજે શહેરના ગોળબજાર, જમાદારશેરી, મામાના ખાંડણીયા વિસ્તારમાં ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

જાહેરનામા ભંગનો ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી
સીલ કરેલ વ્યવસાયી એકમોમાં કાપડની દુકાનો, હોઝીયરી શોપ સહિતની દુકાનોનો સમાવેશ થાય છે. આ ડ્રાઈવની જાણ બજારમાં આવેલ અન્ય વેપારીઓ ને થતાં તેઓ પોતાની દુકાનોના શટરો ટપોટપ બંધ કરી ઘર તરફ દૌટ મુકી હતી. આજની કાર્યવાહી દરમ્યાન દસ વેપારીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો