તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:શહેરમાં વાદળીયું વાતાવરણ, તાપમાન 38.1 ડિગ્રી નોંધાયું

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનની અસર
  • રાત્રે ઉષ્ણતામાન 2.4 ડિગ્રી ઘટીને 25.6 ડિગ્રી થઈ ગયું

શહેરમાં આજે સતત ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહેતા મે માસમાં બપોરે ગરમીનો પારો 40 ડિગ્રીથી વધવાને બદલે 38 ડિગ્રી આસપાસ રહે છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 38.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જ્યારે રાત્રે ઉષ્ણતામાન 2.4 ડિગ્રી ઘટીને 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ.

ભાવનગર શહેરમાં ગઇ કાલની જેમ આજે પણ મહત્તમ તાપમાન 38.1 ડિગ્રીએ યથાવત રહ્યું હતુ. જ્યારે 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 28 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ તે આજે 2.4 ડિગ્રી ઘટીને આજે 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. હવામાં ભેજનું પ્રમાણ 29 ટકા નોંધાયું હતુ જ્યારે પવનની ઝડપ 14 કિલોમીટર નોંધાઇ હતી.

રાજસ્થાનમાં સક્રિય થયેલા અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનની અસરોથી ભાવનગર સહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે તેમજ શહેરમાં દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ રહેતાં ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે. જોકે આગામી ત્રણ દિવસો દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો