વિવાદ:તળાજા તાલુકાના મથાવડામાં પરિવારનો લોહિયાળ ઝઘડો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રિસામણે ગયેલી પત્નિને પરત લાવ્યા બાદ ભત્રીજાએ કાકીને તલવાર મારતા ગંભીર ઈજા

તળાજા તાલુકાના મથાવડા ગામે ગત રાત્રીના એક પરિવાર વચ્ચે લોહિયાળ ઝઘડો થયો હતો. જેમાં ભત્રીજાએ તેની કાકી પર તલવાર વડે ઈજા પહોંચાડતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારઅર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તળાજા તાલુકાના મથાવડા ગામે રહેતા હિંમતભાઈ હીરાભાઈ સોલંકીએ અલંગ મરીન પોલીસ મથકમાં તેમના જ પરિવારના બોઘા હિરાભાઈ, રવિ બોઘાભાઈ, જીજ્ઞેશ બોઘાભાઈ અને મુન્ના જોધાભાઈ (તમામ રહે. મથાવડા, તા. તળાજા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પત્નિ રિસામણે હોય તેમને ગત રાત્રીના સાડા દસેક વાગ્યાના આરસામાં ઘરે તેડીને લાવેલા જે તેમની જ દિકરીને પસંદ નહી હોવાથી ઉક્ત લોકોએ તેમની દિકરીને પોતાની સાથે લઈ જવા અને તારી પત્નિને કેમ અહીં લાવ્યો છો તેમ કહી ઝઘડો કરી તેમની પત્નિ વર્ષાબેનને તલવારના ત્રણ ઘા ઝિકી ગંભીર ઈજા પહોંચાડી હતી. જે બાદ ઈજાગ્રસ્ત હાલતે તેમને સારવારઅર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે અલંગ મરીના પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...