રક્તદાન મહાદાન:ભાવનગર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન દ્રારા રક્તદાન કેમ્પ યોજાયો

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન દ્વારા આજરોજ શહેરના માધવ દર્શન વિસ્તારમાં આવેલ કોસમોસ કોમ્પ્યુટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સામાજિક જવાબદારીના ભાગરૂપે
જેમાં એક સામાજિક જવાબદારીના ભાગરૂપે આજરોજ ભાવનગર સર ટી હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગ તથા કોસમોસ કમ્પ્યુટરના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અમારા એસોસિયેશનમાં કુલ 92 મેમ્બર છે.જેમાં મોટી સંખ્યામાં મેમ્બરોએ હાજર રહી ઉત્સાહ સાથે બ્લડ ડોનેશન કેમ્પ કરેલ અને અંદાજિત 52 બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવી હતી.

બીટાના સભ્યો દ્રારા મોટી સંખ્યામાં રક્તદાન કર્યું
BITA એસોસિયેશન વર્ષ 2005થી કર્યારત છે, ભાવનગર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિયેશન દ્વારા છેલ્લા સાત થી આઠ વર્ષથી જુદા જુદા જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, બીટાના સભ્યો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવી હતી રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, ભાવનગરના લોકો માટે રક્તદાનની જરૂરિયાત ઉભી થાય ત્યારે અમારા મેમ્બર હંમેશા તેઓની માટે રક્તદાન કરી ઉભા રહેશે, સાથે જ એસોસિયેશન દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ રક્તદાન કેમ્પ વેળા એ બીટાના પ્રમુખ હેમંત ભાઈ શાહ, સેક્રેટરી રૂપેશ ભાઈ રાજાણી, ટ્રેઝરર નિકેતભાઇ શાહ અને દરેક કમિટી મેમ્બર તથા દરેક સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...