બ્લડ એનેલાઈઝર:પ્રાણીઓ માટેનું બ્લડ એનેલાઈઝર મશીન લવાયું: 17 થી વધુ પ્રાણીઓનું નિદાન શક્ય

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હવે પ્રાણીઓના ટોટલ બોડી, સુગર, લીવર, કિડનીનાં રિપોર્ટ અલગથી થઈ શકશે : 21 જેટલા પેરામીટરનું ટેસ્ટિંગ થશે
  • ભાવનગરમાં સૌ પ્રથમ વાર મોડર્ન વેટરનરી લેબોરેટરીની શરૂઆત

ભાવનગરમાં પાલતુ પ્રાણીઓનું પ્રમાણ વધુ છે. માણસોમાં નિદાન બાદ સારવાર કરવામાં આવે છે . પરંતુ મોટાભાગે તે નિદાન વિના શક્યતાઓના આધારે થતી હોય છે. અત્યાર સુધી ભાવનગર માં પાલતુ પ્રાણીઓના બ્લડ રિપોર્ટ સામાન્ય માણસોની લેબોરેટરીમાં જ થતાં હતાં. પરંતુ હવે ભાવનગરમાં સૌ પ્રથમ વાર પ્રાણીઓ માટેનું બ્લડ એનેલાઇઝર મશીન લાવવામાં આવ્યું છે જેથી પ્રાણીઓના ટોટલ બોડી, સુગર, લીવર, કિડનીનાં રિપોર્ટ તાત્કાલિક થઈ શકે.

્રાણી અને માણસની શરીર રચના, કોષની રચના, લોહીની વિવિધતા અને વિશેષતા વગેરે જોતાં માણસોની લેબોરેટરીમાં ચોક્કસ નિદાન કરવા માટે મર્યાદા હોય છે.શ્યામ વેટરનરી ક્લિનિક ખાતે ડૉ. નયનકુમાર જોષી દ્વારા આ મર્યાદાઓને ઓળંગવા મોડર્ન વેટરનરી લેબોરેટરીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મુખ્ય બે મશીન જાપાનીઝ ટેકનોલોજી દ્વારા બનાવેલ બાયોકેમિસ્ટ્રી એનલાઈઝર તેમજ નિહોન કોડેન વેટરનરી સ્પેસિફિક બ્લડ એનલાઈઝર મશીનનો સમાવેશ થાય છે.

આ લેબોરેટરી દ્વારા કેનાઇન ડીસ્ટેમ્પર, કેનાઇન પારવો વાઇરસ, પેરા ઈંફ્લુએન્ઝા, હિપેટાઇટિસ, એડિનો વાઇરસ, કોરોના વાઇરસ, લેપ્ટોસ્પાઇરોસીસ, બિલાડીઓમાં જોવા મળતા ગંભીર રોગો જેવા કે ફેલાઈન કેલીસી વાઇરસ, ફેલાઈન રાઈનોટ્રેકાઈટીસ અને ફેલાઈન પાનલ્યુકમિયા જેવા રોગો અને ગાય ભેંસમાં બ્રુસેલ્લોસિસ, માસ્ટાઈટીસ વાઇરલ ફીવર, મિલ્ક ફીવરનું વગેરે રોગોનું નિદાન થઈ શકશે. અહીં કુલ 17 પ્રકારના વિવિદ્ય પ્રાણીઓ જેમ કે ડોગ, કેટ, ગાય, ભેંસ, ઘોડાં, શિપ, ગોટ, માઉસ, રેબિટ, ગીનીયા પિગ, હેમસ્ટર, કાંગારૂ, કેમલનાં 21 જેટલા પેરામીટરનું ટેસ્ટિંગ થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...