83 લાખની છેતરપિંડી:ભાવનગરના કાળિયાબીડના વેપારીએ એક મહિલા અને પુરુષે 487 કેરેટ હીરા બદલાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં સુરત બાદ હીરાનો હબ ગણાતા ભાવનગર શહેરમાં આજે એક હીરાના વેપારી પાસેથી 487 કેરેટ હીરા બદલાવી રૂ.83 લાખની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

શંકા જતા તેમણે ખરાઈ કરાવતા હીરા બદલાઈ ગયેલા હોવાનું જણાયું
ભાવનગરના કાળિયાબીડ, ઓશીયન પાર્ક વિસ્તારમાં રહેતા અને નિર્મળનગરમાં હીરાની ઓફિસ ધરાવતા દર્શકભાઈ રમેશભાઈ ઘેવરીયા પટેલ ઉ.વ. 22 ને સાતેક દિવસ પહેલા રૂપેશભાઈ તથા શ્વેતાબેન નામના મહિલા પોતાને હીરા લેવા છે તેમ કહી 487 કેરેટ હીરા જોવા માગ્યા અને ચાર થી પાચ વખત હીરા જોયા હતા અને વેપારીની નજર ચુકવી હીરાના પેકેટ બદલાવી નાખેલ અને વેપારીને જણાવેલ કે અમે મુંબઈથી એકાદ બે દિવસમાં પૈસા મોકલીએ પછી તમે આ બોક્સ આંગડિયા મારફત મોકલી આપજો તેમ કહી જતા રહેલ બાદ વેપારીને બે દિવસ પછી શંકા જતા તેમણે ખરાઈ કરાવતા હીરા બદલાઈ ગયેલા હોવાનું જણાતા તેમણે તુરંત જ નિલમબાગ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે રૂપિયા 83.45 લાખની કિંમતના 487.31 કેરેટ હીરાની છેતરપિંડી કર્યાની શ્વેતાબેન તથા રૂપેશભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ 420, 120 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ઘરી હતી.

હીરા બજારમાં ખળભળાટ મચી જવા પામ્યો
ભાવનગરમાં પોણા કરોડ રૂપિયાના હીરાની છેતરપિંડીનો બનાવ બનતા હીરા બજારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે આ બનાવની જાણ થતા તુરંત જ એ.એસ.પી સફીન હસન સહિત પોલીસ મથકે દોડી ગયા હતા જોકે મોડેથી જાણવા મળ્યા મુજબ આરોપીઓ હાથ વેતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...