તળાજા પંથકના કેનાલ અને નદી વિસ્તારના ગામડાઓમાં સફેદ શેરડીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે તેની સામે ઘર આંગણે પાકતી શેરડી કરતા મકરસંક્રાતિનો હાલ સમય ગાળો ચાલી રહ્યો છે તેને લઈ બજારમાં કાળી શેરડી ગત વર્ષો કરતા ટ્રકો ભરીને વેપારીઓ દ્વારા લાવવામાં આવી છે વેપારીઓના અંદાજ મુજબ ગત વર્ષો કરતા આ વખતે શેરડીનું પાંચ ગણું વેચાણ વધશે.
શેરડીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા પ્રમાણે તળાજા મા કાળી શેરડી બે પ્રકારની આવે છે. એક મહારાષ્ટ્ર અને બીજી તામિલનાડુ થી. બંનેની ઓળખ અને મીઠાશ અને ભાવ બાબતે વેપારીઓના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રની કાળી શેરડીની કાતળી લાંબી આવે છે.તામિલનાડુની શેરડીની કાતળી ટુંકી આવે છે જોકે ખાવામાં તે મહારાષ્ટ્રની શેરડી કરતા મીઠી અમે મોંઘી પણ પડે છે.
આ વખતે તળાજામાં કાળી શેરડીની માગ વધુ રહેશે તેવા અનુમાન સાથે ઠેરઠેર શેરડી ઉતારવામાં આવી છે. વેચાણ પણ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે. કમસેકમ પાંચગણું વેચાણ થશે એ જોતા બજારમાં મકરસંક્રાતિની શેરડીની ઘરાકીમાં તેજી છે તેમ કહી શકાય.કાળી શેરડીની સાથે સફેદ શેરડીની પણ માગ છે. સફેદ શેરડીનું તળાજા પંથકમાં મોટા પ્રમાણમાં વાવેતર થાય છે.અહીથી ગુજરાતભરમાં શેરડી મોકલવામાં આવે છે. મકરસંક્રાતિનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે તળાજામાં જુદા -જુદા વિસ્તારોમાં ધૂમ શેરડી ઠલવાઇ રહી છે.
ખેડૂતોને વધુ ભાવ મળવા છતાંય ખોટ કારણ કે સુકારો આવી જતા ઉત્પાદન ઘટયું
સફેદ શેરડીના વેપારીઓના જણાવ્યા મુજબ આ સીઝનમાં મણનો નાડાબંધ ભાવ નેવું રૂપિયા આસપાસ હોય છે તેની સામે આ વખતે તેમાં પણ તેજી છે. હાલ 120 રૂપિયા ચાલી રહ્યો છે.જોકે ખેડૂતોને વધુ ભાવ મળવા છતાંય ખોટ એટલા માટે છે કે સુકારો આવી જતા ઉત્પાદન ઘટયું છે.નબળો માલ હોવાથી આ શેરડી ગોળ બનાવવાના જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.