તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણામ:ગઢડા અને રાજુલા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, રાજુલામાં પૂર્વ સંચદીય સચિવ હીરા સોલંકી અને ગઢડામાં કિરીટ હુંબલની પેનલનો વિજય

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગઢડા માર્કેટ યાર્ડમાં કિરીટ હુંબલની પેનલનો વિજય - Divya Bhaskar
ગઢડા માર્કેટ યાર્ડમાં કિરીટ હુંબલની પેનલનો વિજય
  • રાજુલા માર્કેટ યાર્ડમાં ભાજપના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીની 10 બેઠકનો વિજય થયો

ગઢડા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠકની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની સામે ભાજપના જ આગેવાનો ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા અને ગઈકાલે મતદારોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો અને 96.38 ટકા મતદાન થયુ હતું. આજે પરિણામ જાહેર થતા ભાજપના આગેવાન કિરીટ હુંબલની પેનલનો વિજય થયો હતો. જ્યારે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં પૂર્વ સંચદીય સચિવ હીરા સોલંકીની પેનલનો વિજય થયો હતો.

ગઢાડા માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ 37 રાઉન્ડમાં હાથ ધરવામાં આવ્યું હતું
ગઢડામાં આજે સવારથી 37 રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. ગઢડા માર્કેટિંગ યાર્ડના પરિણામ પર બોટાદ જિલ્લાના આગેવાનો, ખેડૂતો અને વેપારીઓની મીટ મંડાયેલી હતી.
અંતે મત ગણતરી પૂર્ણ થતા ભાજપના કિરીટભાઈ હુંબલની પેનલના તમામ ઉમેદવારોનો વિજય થયો હતો. ભાજપ સંચાલિત સહકાર ખેડૂત પેનલની જંગી મતે વિજય થયો છે. ગઢડા માર્કેટિંગ યાર્ડમાં ચાર વેપારી, બે સહકારી વિભાગ બિનહરીફ થયા હતા. ખેડૂત વિભાગની 10 બેઠકો મળી તમામ 16 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે.

રાજુલા માર્કેટ યાર્ડમાં હીરા સોલંકીની પેનલનો વિજય
રાજુલા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે. ભાજપના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીની 10 બેઠકનો વિજય થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરની પેનલનો પરાજય થયો હતો. અગાઉ 6 બેઠક ભાજપની બિનહરિફ વરણી થઈ હતી. આજે 16 બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે.

(ભરત વ્યાસ, ભાવનગર/જયદેવ વરૂ, અમરેલી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો