તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર બ્રાન્ડ એક્શન:ભાંગતા ભાવનગરને ભાજપ ભૂકો કરી નાખશે ફાયર સેફ્ટીના નામે 34 કરોડ લોકોને ખર્ચાવશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર સુવિધા વિહોણી મિલકતો ખાલી કરાવાશે
  • ધંધા, રોજગારમાં દોઢ વર્ષથી મંદી છે ત્યારે પડયા પર પાટા સમાન નિર્ણય
  • નોટીસ છતાં બેદરકાર મિલકત ધારકો સામે કરાશે કાર્યવાહી, નળ,ગટર,વિજળીન‍ા જોડાણ પણ થશે કટ

ભાવનગર શહેરમાં છેલ્લાં દોઢ વર્ષથી કોરોના કાળમાં ધંધા-રોજગાર ભાંગી ગયા છે ત્યારે મ્યુ. તંત્ર દ્વારા વેરામાં રાહત આપવાનું તો ઠીક પણ ફાયર સેફ્ટીના નામે શહેરમાં 1134 જેટલી મિલકતોને આ કોરોનાના કપરા કાળમાં અંદાજે રૂા.34 કરોડનો ચાંદલો કરે તો જ તેમની મિલકતોમાં રહી શકે તેવો કપરો કાળ આવ્યો છે. એક મિલકતને ફાયર સેફ્ટી માટે એવરેજ રૂા.3 લાખનો ખર્ચ ગણીયે તો 1134 મિલકતને કુલ રૂા.34.14 કરોડ ભરવાના થશે. ભાવનગર જેવા બહુ મોટા ન ગણાય તેવા મહાનગરમાં તો આ ગંજાવર રકમમાં તો મ્યુ. કોર્પો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફાયર સ્ટેશનો સ્થાપી શકે.

 હાઇકોર્ટ દ્વારા મિલકતોમાં ફાયરસેફ્ટી બાબતે વારંવાર લ‍ાલ અ‍ાંખ કર્યા બાદ સરકાર દ્વારા કડકાઈ માટે માત્ર નોટિસ ફટકારવા સિવાય કઈ કર્યું નથી. પરંતુ હવે નોટિસો આપવા છતાં પણ મિલકત ધારકો બેદરકાર રહેતા ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની નોટિસની અવગણના કરનાર સામે નળ ગટરના જોડાણ કાપવા સહિત પોલીસને સાથે રાખી નીલકંઠ નો ભોગવટો કરનારને બહાર પણ કાઢશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં કુલ 1138 મિલકતોને ફાયર સેફ્ટીના અભાવ સંદર્ભે નોટીસ ફટકારવામાં આવી છે.

હાઇકોર્ટના કડક વલણ બાદ સરકાર દ્વારા અવારનવાર પરિપત્રો બહાર પાડી ફાયર સેફ્ટીની ગંભીરતા દર્શાવી રહ્યું છે. ભાવનગરમાં પણ છેલ્લા ઘણા સમયથી ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી નિયમ અનુસાર ફાયર સેફ્ટીના સાધનો નહીં ધરાવતી બિલ્ડીંગોને નોટીસો અને સીલીંગની પણ કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ સરકાર દ્વારા વારંવાર નિયમોમાં ફેરફાર કરતા તંત્રને પણ મુશ્કેલી પડી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોમાં પણ ફાયર NOC બાબતે ફેરફાર કરવાથી મહેનત પાણીમાં ગઈ હતી.

પરંતુ નવા સુધારા સાથે તપાસ કર્યા બાદ ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા હાઇરાઇઝ બિલ્ડીંગો, કોમર્શિયલ રેસિડન્ટ અને શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો સહિત કુલ 1138 મિલકતોને ફાયર સેફ્ટીના અભાવ તેમજ NOC નહી લેતા નોટીસ આપી છે. પરંતુ અવારનવાર નોટીસો છતાં હમ નહીં સુધરેંગેનું વલણ દાખવતા મિલકત ધારકો સામે હવે આગામી દિવસોમ‍ાં ફાયર બ્રિગેડ વિભાગ વધુ કડકાઈ હાથ ધરશે.

ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફાયર સેફટી માટે આપવામાં આવેલી નોટિસ નું પાલન ન કરે તો કલમ 26 હેઠળ સ્થળ મકાન અથવા તેના કોઈ ભાગને સીલ કરશે અથવા તો પાણી,વીજળી અને ગટર વ્યવસ્થાની સુવિધાના જોડાણ પણ કાપી નાખશે. મિલકતમાં વધુ ભયજનક લાગશે તો પોલીસને સાથે રાખી મિલકતનો ઉપયોગ કરનારને મિલકતમાંથી બહાર પણ કાઢી શકશે. જોકે, તંત્ર દ્વારા કડકાઈ શરૂ કરે ત્યાં એન કેન પ્રકારે બ્રેક પણ લાગી જાય છે.

ફાયર સેફ્ટીમાં બેદરકાર રહેશે તો જોડાણ કાપવા સહિતની કાર્યવાહી
શહેરમાં હાઈરાઈઝ સહિતની બિલ્ડીંગોને નિયમ અનુસાર ફાયર સેફ્ટી લગાવવા નોટીસો આપવામાં અ‍ાવી છે પરંતુ વારંવારની તાકીદ છતાં જો બેદરકારી દાખવવામાં ‍આવશે તો જોગવાઈ મુજબ મિલકતના નળ અને ગટરના જોડાણ કાપવામાં આવશે તેમજ પોલીસને સાથે રાખી મિલકતમાંથી બહાર પણ કાઢવામાં અ‌ાવશે.> મહેશ હિરપરા, ચિફ ફાયર ઓફિસર

અન્ય સમાચારો પણ છે...