તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંસદનો આક્ષેપ:ભાજપ લોકમતથી નહીં પણ દાદાગીરીથી લોકતંત્રનું હનન કરવા માંગે છે: શક્તિસિંહ ગોહિલ

ભાવનગર13 દિવસ પહેલા
શક્તિસિંહ ગોહિલના સ્વાગતમાં બાઈક રેલી યોજાઈ
  • નિયમોના ભંગની શરૂઆત હંમેશા ભાજપ જ કરે છે: ગીતાબેન પટેલ
  • ભાવનગરમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહની ભવ્ય રેલી યોજી સ્વાગત કરાયું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાવનગર ખાતે રાજ્યસભા સાંસદ આવ્યા હતા. સાંસદ બન્યા બાદ પ્રથમ વખત તેઓ આવતા ભાવનગરમાં બાઈક રેલી યોજાઈ હતી. શક્તિસિંહે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ લોકમતથી નહીં પણ દાદાગીરીથી લોકતંત્રનું હનન કરવા માંગે છે. તેમણે ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવવા માટે લોકોને વિનંતી કરી હતી.

લોકો જ નક્કી કરે છે કે કોને જીતાડવા
ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, લોકશાહીમાં લોકો નક્કી કરતા હોય છે. કોને સત્તા સોંપવી, કોને જીતાડવા-હરાવવા, ભાજપને આ વખતે ડર લાગ્યો છે. લોકો તેમને નહીં જીતાડે એટલે બિન લોકશાહી રીતે જે લોકશાહીમાં માન્ય નથી તેવા હથકંડાઓ કરીને ગુંડાગિર્દી કરીને મેન્ડેડો ફાડી નાખવા, ઘાક-ધમકીઓ, તંત્રનો દૂર ઉપયોગ કરીને બિનહરીફના પ્રયત્નો, જે રીતે નામદાર હાઇકોર્ટે જે નિર્ણય આપ્યો છે. નજર સામે બનેલી ઘટના પછી જે નિરીક્ષણો થયા છે, તે જોતા ભાજપ લોકમતથી નહીં પણ દાદાગીરીથી લોકતંત્રનું હનન કરવા માંગે છે. ભાવનગરની જનતા પાસે હું વિનંતી કરીશ આ વખતે કોંગ્રેસને સમર્થન આપી કોંગ્રેસના ઉમદેવારોને જીતાડે તેવી વિનંતી કરું છું.

રાજ્યસભા સાંસદનું ભાવનગરમાં કાર્યકરોએ સ્વાગત કર્યું
રાજ્યસભા સાંસદનું ભાવનગરમાં કાર્યકરોએ સ્વાગત કર્યું

ભાવનગર શહેરમાં લોકોને અનેક સમસ્યાઓ
ભાવનગરના પ્રભારી ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, જ્યારે શક્તિભાઈ ભાવનગર આવવાના હોય ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે આવ્યા છે. અમે આ વખતે 100 ટકા મેયર બનાવવા જઈ રહ્યાં છીએ. કારણકે ભાવનગરમાં ભાજપના આ શાસન દ્વારા અનેક સમસ્યાઓ લોકોની છે. જેમાં રોડ, રસ્તાઓ, ગટર અને પાણીની મુખ્ય સમસ્યા અને ભાવનગરમાં સૌથી વધારે છે. જ્યારે પણ ભાજપની અંદર ચૂંટણીઓ આવી રહી હોય ત્યારે નિયમોના ભંગની શરૂઆત હંમેશા ભાજપ જ કરે છે. ઉદાહરણ જોઈ તો સી.આર.પાટીલ જ્યારે પ્રમખુ બનવાના હતા ત્યારે સૌથી પહેલા ગરબાઓ સુરતમાં લેવાયા હતા.

રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના સ્વાગતમાં બાઈક રેલી
રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના સ્વાગતમાં બાઈક રેલી

શક્તિસિંહના આગમન પર બાઈક રેલી યોજાઈ
ભાવનગર શહેરના મસ્તરામ મંદિરેથી દર્શન કરી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં સાંસદ બન્યા બાદ પ્રથમ વાર ભાવનગર આવી પહોંચેલા શક્તિસિંહનું ભવ્ય સ્વાગત રેલી યોજી હતી. રેલીમાં મસ્તરામબાપાના મંદિરેથી પ્રસ્થાન થઈ શહેરના વિવિધ માર્ગો પર નીકળી હતી. જ્યાં તેઓનું ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાદમાં શહેરના શિવશક્તિ હોલ ખાતે સમાપન થયું હતું. શિવશક્તિ હોલ ખાતે કોંગ્રેસના કાર્યકરો અને મુખ્ય આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી દિવસોમાં આવનારી ચૂંટણીને લઈ મહત્વના મુદ્દાઓ પર કાર્યકરોને સંબોધીને પ્રવચન આપ્યું હતું.

રાજ્યસભાના સાંસદ બન્યા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે શક્તિસિંહનું સ્વાગત
રાજ્યસભાના સાંસદ બન્યા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે શક્તિસિંહનું સ્વાગત
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો