ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો છે અને ભાજપે પૂર્ણ બહુમતી સાથે વિજયી થયેલ છે. 16 પૈકી 13 બેઠકોની ચૂંટણીમાં 11 ભાજપના અને બે કોંગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા છે. અગાઉ ત્રણ બીનહરીફ બેઠકોમાં એક કોંગ્રેસ બે ભાજપને મળી હતી. આ ચૂંટણીમાં મુદ્દતવીતી મંડળીઓના સભ્યો મતદાન કરી શકે તેવો ભાજપે કોર્ટમાંથી હુકમ મેળવતા એ 68 જેટલા મતો ભાજપના વિજય માટે નિર્ણાયક બન્યા હતા. જો કે આ મતોને કારણે જ ભાજપે ઘોઘાની બેઠક ગુમાવી હતી. ડ્રિસ્ટ્રીક્ટ બેંકમાં છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસના એક હથ્થુ શાસનનો અંત આવ્યો છે.
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપ. બેંકની છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસના સુત્રધારો યેન-કેન પ્રકારે ચૂંટણી થવા દેતા ન હતા. કાનુની મુદ્દાઓ ઉભા કરી ચૂંટણી રોકાવતા હતા. તાજેતરમાં થયેલી ચૂંટણીને રોકાવવા માટે પણ કાનુની દાવપેચ કર્યા હતા જે કારી ફાવી ન હતી.બેંકની ચૂંટણીમાં કોંગ્રેસના માજી ધારાસભ્યઅ અને પૂર્વ ચેરમેન નાનુભાઈ વાઘાણી અને તેના પુત્ર મનન વાઘાણીનો પરાજય થયો છે. જ્યારે કોંગ્રેસના સહકારી આગેવાન અને પૂર્વ ચેરમેન જયવંતસિંહ જાડેજાની પુત્રી ભાવનાબા ભાજપમાંથી વિજયી બન્યા છે.
આ ઉપરાંત ભીખાભાઈ ઝાઝડીયા, ગોવિંદભાઈ મોરડીયા અને ભાજપના દિગ્વીજયસિંહ પરબતસિંહ ગોહિલનો પરાજય થયો છે.ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા અને જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયાની વ્યુહરચનાને કારણે ભાજપે વધુ એક સહકારી સંસ્થા કબ્જે કરી છે.
કોંગ્રેસ સગાવાદને કારણે બેંકમાંથી ફેંકાયુ
કોંગ્રેસના એક હથ્થુ શાસન ભોગવતા બેંકના કાયરેકટરો નાનુભાઈ વાઘાણી, મેહુરભાઈ લવતુકા અને મહાવીરસિંહ ગોહિલે આ ચૂટણીમાં તેમના પુત્રોને પણ ઉભા રાખ્યા હતા. આ સગાવાદમાં નાનુભાઈ અને તેનો પુત્ર મનન બંને ચૂંટણી લડતા હતા. કોંગ્રેસના કોંગ્રેસના અન્ય સહકારી આગેવાનો આ બાબતે નારાજ હોવાથી ચૂંટણીથી અલિપ્ત રહ્યા હતા. પરિણામે ‘હુ, તું અને રતનિયો’ ને કારણે કોંગ્રેસે જિલ્લા સહકારી બેંકની સતા ગુમાવી છે. જોકે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ રાઠોડે કોંગ્રેસ પક્ષ આ ચૂંટણી લડતુ ન હતુ અને ધન - બળથી મત ખરિદાયાનો આક્ષેપ કરેલ છે.
ભ્રષ્ટાચાર થયો હશે તે કોઈને છોડીશુ નહી
જિલ્લા સહકારી બેંકમાં બે દસકાની સતા દરમિયાન ખેડૂતોનું અહિત કરી ભ્રષ્ટાચાર કરનારા અંગે તપાસ કરાશે અને કોઈને છોડીશુ નહી તેમ ભાજપના જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયા અે જણાવ્યું હતું.
ચૂંટણીમાં કોંગ્રેસની હારના મુખ્ય કારણો
ડિસ્ટ્રીક્ટ બેંકનું પરિણામ | |||
ક્રમ | મતદાન મથક | ઉમેદવારોના નામ | |
1 | (ક) ઘોઘા | સુરજીતસિંહ મહાવીરસિંહ ગોહિલ | 12 |
દિગ્વિજયસિંહ પરબતસિંહ ગોહિલ | 10 | ||
2 | (ક) તળાજા | કાંતીભાઈ છગનભાઈ ધાંધલ્યા | 36 |
દિગ્વિજયસિંહ જીવુભા ગોિહલ | 27 | ||
3 | (ક) મહુવા | જીલુભાઈ હમીરભાઈ ભુકણ | 43 |
ભોજભાઈ નનકાભાઈ ભુકણ | 15 | ||
4 | (ક) પાલિતાણા | નાગજીભાઈ માવજીભાઈ વાઘાણી | 29 |
નાનુભાઈ વિઠ્ઠલભાઈ વાઘાણી | 15 | ||
5 | (ક) ગારિયાધાર | કેશુભાઈ હીરજીભાઈ નાકરાણી | 20 |
ગોવિંદભાઈ વિઠ્ઠલભાઈ મોરડીયા | 12 | ||
મનસુખભાઈ નાગજીભાઈ પટેલ | 4 | ||
6 | (ક) સિહોર | માનશંગભાઈ દાનશંગભાઈ નકુમ | 22 |
દિલીપસિંહ જોરસિંહ પરમાર | 18 | ||
7 | (ક) વલભીપુર | અજીતસિંહ વજુભા ગોહિલ | 19 |
વિનુભાઈ કુંવરજીભાઈ વઘાસીયા | 13 | ||
8 | (ક) ઉમરાળા | રસીકભાઈ આંબાભાઈ ભીંગરાડીયા | 21 |
જયદેવસિંહ વિજયસિંહ ગોિહલ | 10 | ||
9 | (ક) ભાવનગર | ભુપતભાઈ (ભોપા) જગાભાઈ બારૈયા | 21 |
ભીખાભાઈ ડાયાભાઈ જાજડીયા | 16 | ||
10. | (ક) ગઢડા | રવજીભાઈ જીવરાજભાઈ રાજપરા | 46 |
મોહનભાઈ પ્રેમજીભાઈ મૈયાણી | 15 | ||
11. | (ક) બોટાદ | દામજીભાઈ પ્રાગજીભાઈ મોરડીયા | 29 |
ચંદુભાઈ નાગરભાઈ અગોલા | 16 | ||
અરવિંદભાઈ કરમશીભાઈ સલીયા | 2 | ||
12. | (ગ) ખરીદ | ભાવનાબેન જયવંતસિંહ જાડેજા | 97 |
વેચાણ સંઘ | મનનભાઈ નાનુભાઈ વાઘાણી | 65 | |
13. | ઘ, ક, ખ, ગ સિવાયની મંડળી | વલ્લભભાઈ આર. કટારીયા | 74 |
બાબુભાઈ ઉકાભાઈ સોલંકી | 16 | ||
ભગીરથ રાજુભાઈ બેરડીયા | 2 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.